અમદાવાદમાં પત્ની-સાસુના ત્રાસથી જિંદગી ટૂંકાવનાર યુવકનો વીડિયો સામે આવ્યો,જોઇને રડી પડશો.

અમદાવાદ(Amadavad):રાજ્યભરમાં આપઘાતના બનાવમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે,હાલ વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે,જેનો વીડિઓ જોઇને ધ્રુજી જશો.26 વર્ષીય યુવકે પત્ની અને સાસુના ત્રાસથી કંટાળી રિવરફ્રન્ટ પરથી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. નદીમાં ઝંપલાવતાં પહેલાં તેણે બે વીડિયો બનાવ્યા હતા.

મળતી માહિતી મુજબ,જુહાપુરાના કોમ્પ્યુટર સેન્ટરમાં નોકરી કરતા 26 વર્ષીય ગુફરાન ગૌસીનાં લગ્ન ચાર મહિના પહેલાં જુહાપુરાની જ ફરહીનબાનુ સાથે થયાં હતાં.  લગ્ન બાદ બંને વચ્ચે બહાર ફરવા અને જમવા બાબતે ઝઘડા થતા હતા. મોહરમમાં ફરહીન પિયર ગઈ હોવાથી ગુફરાન તેને લેવા ગયો હતો, પણ તેણે સાથે આવવાની ના પાડી હતી.

આપઘાત  કરતા પહેલા પોતાની પત્નીને બે વિડીયો મોકલ્યા હતા. જેમાં પહેલા વીડિયોમાં ગુફરાન કહી રહ્યો છે કે, “ગુફુ ઇસ દુનિયા મેં નહિ રહા, આજે એ વિડીયો આપકો પહોંચેગા તબ તક તો શાયદ મે મર ચુકા હોગા. મેરે જનાજે પર આ જાના. મેં વહી હું રિવરફ્રન્ટ પર, જહાં પર હમ મિલતે થે. તુમને બહુત ગલતીયા કી ફિર ભી મેને તુમકો માફ કિયા. અમ્મા ચાચા ઓર સબકો મેરે ખિલાફ કર દિયા.

બીજા વીડિયોમાં યુવક પોતાની પત્નીની માતા વિશે વાત કરતા કહે છે કે, “લાસ્ટ લડાઈ ફરહિન કી અમ્મી કે હિસાબ સે હુઈ. બહુત પરેશાન કિયા હે હમકો. જબ ફરહિન કોઇબી ગલતી કરતી થી તબ મેં ઉસે માફ કર દેતા થા, પર ઉસકી અમ્મી મેરે કો જાન બુઝ કર ગુસ્સા દિલાયા. એક બાર ભી આઈસીઓ મેં દેખને નહીં આયે.,આમ યુવકે વિદેઓમાં તેના જીવનને લઈને ઘણી આપવીતી જણાવી હતી.