ગઈકાલે જોવા મળેલી શેરબજારની તેજી આજે પણ યથાવત છે અને બજાર જોરદાર મોમેન્ટમ સાથે ખુલ્યું છે. મજબૂત ગ્લોબલ સંકેતોમાં કાલના અમેરિકન બજારના લેવલ અને એશિયન બજારોની જબરદસ્ત તેજીના કારણે ભારતીય બજારને પણ મોટો સપોર્ટ મળ્યો છે. આજે સ્થાનિક બજારમાં સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે ખુલવામાં સફળ રહ્યો છે.
કેવુ ખુલ્યુ બજાર
આજે બીએસઈ (BSE) 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 718.50 પોઈન્ટ અથવા 1.31 ટકાના વધારા સાથે 55,486.12 પર ખુલ્યો હતો અને એનએસઈ 50 શેરનો ઈન્ડેક્સ નિફ્ટી 222.25 પોઈન્ટ અથવા 1.36 ટકાના વધારા સાથે 16,562.80 પર ખુલ્યો હતો.
નિફ્ટીની કેવી છે સ્થિતિ
આજે નિફ્ટીના શેરોમાંથી ફક્ત HULનો શેર જ ઘટાડાનાં લાલ નિશાનમાં છે અને બાકીના 49 શેરો તેજી અને ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. બીજી તરફ જો આપણે બ્રોડર માર્કેટ વિશે વાત કરીએ તો આજે 2000 થી વધુ શેર્સ વધારાના લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે અને માત્ર 170 શેરમાં જ ઘટાડાનું લાલ નિશાન જોવા મળી રહ્યું છે. બેન્ક નિફ્ટી હવે 35968 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે અને તેમાં 248 પોઈન્ટનો વધારો થયો છે.
સેક્ટોરિયલ ઈન્ડેક્સની જુઓ તસવીર
તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ વધારાના લીલા નિશાન સાથે ટ્રેડ કરી રહ્યા છે અને તેલ અને ગેસના શેરોમાં 1.90 ટકાનો સૌથી મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. આઇટી શેરમાં 1.72 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. જ્યારે મેટલ શેર 1.08 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યા છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એફએમસીજી, ઓટો, મીડિયા, ફાર્મા આ તમામ સેક્ટર તેજીની ડીલ્સને કારણે વધી રહ્યા છે.
આજના વૃદ્ધિવાળા શેરો
ONGC 5.82 ટકા, ટેક મહિન્દ્રા 2.31 ટકા ઉપર છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં 2.29 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. ઈન્ફોસિસ 2.12 ટકા અને એચસીએલ ટેક 1.94 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યા છે.
આજના નિફ્ટીના ઘટાડાવાળા શેર
હવે નિફ્ટીમાં નેસ્લે ઈન્ડસ્ટ્રીઝ 0.43 ટકાના ઘટાડા પર દેખાયો. એચડીએફસી લાઈફ 0.26 ટકા અને એસબીઆઈ લાઈફ 0.21 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે.