જુલાઇમાં કોરોનાના 474 કેસ મળ્યા છતાં બૂસ્ટર ડોઝ લેવામાં હજી 91 ટકા લોકો બાકી ભાવનગરમાં 12થી 14 વર્ષના બાળકોમાં 50 ટકાને બીજો ડોઝ લેવાનો બાકી શહેરમાં કોરોનાના પ્રથમ ડોઝ લેનારાની સંખ્યા 5,59,086 સામે પ્રિકોશન ડોઝ માત્ર 50,582એ જ લીધો ભાવનગર શહેરમાં જુલાઇ માસમાં 23 દિવસમાં કુલ 474 કેસ કોરોના પોઝિટિવના મળ્યા તેની સામે કોરોનાનો તૃતિય ડોઝ એટલે કે બૂસ્ટર (પ્રિકોશન) ડોઝ માત્ર 9 ટકા નગરજનોએ જ લીધો છે. 91 ટકા જેટલા લોકો બૂસ્ટર ડોઝ લેવામાં બાકી છે. હાલ કોરોનાના કેસ નો નોંધપાત્ર પ્રમાણમાં મળે છે પણ રસીકરણમાં નિરસતા જોવા મળે છે. વળી સાથે કેટલાક કેન્દ્રો ખાતે રસી ન હોવાના પ્રશ્નો પણ હોય છે. ભાવનગર શહેરમાં કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ કુલ 559086 લોકોએ લીધો છે. તેની સામે કોરોનાનો બૂસ્ટર ડોઝ માત્ર 501,582 લોકોએ જ લીધો છે. હવે તો 18 વર્ષથી વધુ વયનાને વિનામૂલ્યે બૂસ્ટર ડોઝ આપવાનો આરંભ થઇ ગયો છે. પણ રસીકરણમાં સંખ્યા વધતી નથી. ભાવનગર શહેરમાં કોરોનાનો પ્રિકોશન ડોઝ લીધો હોય તેની સંખ્યા જોઇએ તો 45થી 59 વર્ષમાં 4550, 60થી વધુ વર્ષના લોકોએ 23,258 તેમજ થોડા દિવસો પૂર્વે શરૂ થયેલા 18થી 44 વર્ષના વયજૂથના લોકોમાં શહેરમાં હજી 3906 યુવાનોએ ત્રીજો ડોઝ એટલે પ્રિકોશન ડોઝ લીધો છે. હવે આ સામે શહેરમાં કોરોના રસીનો પ્રથમ ડોઝ 5,59,086 લોકોએ લીધો છે. તેની સામે 50,582 લોકોએ પ્રિકોશન ડોઝ લેતા પ્રથમ ડોઝની તુલનામાં હજી 91 ટકા લોકો બૂસ્ટર ડોઝ લેવામાં બાકી છે. એક અન્ય હકીકત એ છે કે 12થી 14 વર્ષમાં શહેરમાં કુલ લક્ષ્યાંક 23,122 બાળકોનો છે અને તેની સામે કોરોના રસીકરણનો બીજો ડોઝ 11,606 બાળકોએ જ લીધો હોય તેમાં ટકાવારી 50.19 ટકા બાળકોએ રસીનો બીજો ડોઝ લીધો છે