સિહોર શ્રી મારું કંસારા જ્ઞાતિ ટ્રસ્ટ તેમજ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા બૂસ્ટર ડોઝ કેમ્પ યોજાયો ૩૧૧ લાભાર્થીઓએ બૂસ્ટર ડોઝનો લાભ લીધો

સિહોર શ્રી મારું કંસારા જ્ઞાતિ ટ્રસ્ટ તેમજ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા બૂસ્ટર ડોઝ કેમ્પ યોજાયો ૩૧૧ લાભાર્થીઓએ બૂસ્ટર ડોઝનો લાભ લીધો સિહોર શ્રી મારું કંસારા જ્ઞાતિ ટ્રસ્ટ તેમજ અર્બન હેલ્થ સેન્ટર સિહોર દ્વારા સતત પાંચમો કોરોના મહામારી સામે સંરક્ષિત કરતો વેક્સિન કેમ્પ યોજાયો હતો. જેમાં ત્રીજો વેક્સિન (બૂસ્ટર ડોઝ) જે ઉ.વ.૧૮ ની ઉપરનાઓ બૂસ્ટર ડોઝ કેમ્પ યોજાયો હતો. જેમાં સિહોર શ્રી મારું કંસારા જ્ઞાતિના પ્રમુખશ્રી હરીશભાઈ પવાર, મંત્રીશ્રી રાજુભાઈ બુદ્ધભટ્ટી, ઉપપ્રમુખશ્રી મહેશભાઈ પરમાર, કારોબારી મેમ્બર્સશ્રી સંજય પરમાર, હિતેશ પવાર, મનીષ પરમાર, ધર્મેન્દ્ર પરમાર તેમજ ટ્રસ્ટીશ્રીઓ, કારોબારી સભ્યશ્રી ઓ તેમજ જ્ઞાતિજનોએ જહેમત ઉઠાવી હતી. આ સાથે ખાસ ઉપસ્થિત ગાંધીનગરના સરપ્રાઇઝ મુલાકાત ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગના લાયઝન અધિકારી ડૉ.પાર્થ જાની, ભાવનગરના R.C.H.O. શ્રી ડૉ.કોકિલાબેન સોલંકીએ લીધી હતી. આ સાથે સિહોર અર્બન હેલ્થ સેન્ટરના ડૉ. લાખાણી, ડૉ.વિજયભાઈ કામલિયા તેમજ આરોગ્ય ટીમ દ્વારા વેક્સિન રસીકરણ સેવાઓ આપવામાં આવી હતી. જેમાં ૩૧૧ લાભાર્થીઓએ બૂસ્ટર ડોઝનો લાભ લીધો હતો. જે અંગે સિહોર શ્રી મારું કંસારા જ્ઞાતિ ટ્રસ્ટના પ્રમુખશ્રી હરીશભાઈ પવાર, સિહોર અર્બન હેલ્થ સેન્ટર તેમજ આરોગ્ય વિભાગની ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો.