RBIના નિર્ણય પહેલા લોન થઈ મોંઘી, આ બેંકોએ વ્યાજદરમાં કર્યો વધારો

RBIના 5 ઓગસ્ટે વ્યાજદર વધારવાના નિર્ણય પહેલા જ લોન મોંઘી થવા લાગી છે. 3 ધિરાણ આપતી બેંકો અને એક નાણાકીય સંસ્થાએ વ્યાજદરમાં વધારો કર્યો છે. નવા દર 1 ઓગસ્ટથી લાગુ થશે. જેમાં હોમ લોન, કાર લોન, પર્સનલ લોન મોંઘી થશે.

RBI 3 થી 5 ઓગસ્ટ વચ્ચે યોજાનારી બેઠકમાં રેપો રેટમાં 0.35 થી 0.50 %નો વધારો કરી શકે છે. ત્યાર બાદ ફરી એકવાર બેંકો દરો વધારવાની પ્રક્રિયા શરૂ કરશે. છેલ્લા 3 મહિનામાં બેંકોએ 5-6 વખત વ્યાજદર વધાર્યા છે.

HDFC લિ. 0.25%નો કર્યો વધારો

HDFC લિ. રિટેલ પ્રાઇમ લેન્ડિંગ રેટ 0.25 ટકા વધારીને 7.8 % કર્યો છે. એપ્રિલથી અત્યાર સુધીમાં પાંચ વખત દરોમાં 1.15 %નો વધારો કરવામાં આવ્યો છે. મે અને જૂનમાં 2 વખત દર વધારવામાં આવ્યા છે.

પંજાબ નેશનલ બેંકમાં 0.10 %નો વધારો

પંજાબ નેશનલ બેંક (PNB)એ MCLR 0.10 ટકા વધારીને 7.95 % કર્યો છે. એક વર્ષનો દર 7.55 થી 7.65 ટકાની રેન્જમાં હશે.

ઈન્ડિયન બેંકઃ લોન 0.10 % મોંઘી થઈ

બેંકે એક વર્ષનો MCLR 0.10 ટકા વધારીને 7.65 % કર્યો છે. અન્ય ટર્મ લોન 6.85 થી 7.50 %ની રેન્જમાં હશે.

ICICI લોન 0.10 % મોંઘી

બેંકે વ્યાજ દરોમાં પણ 0.15 %નો વધારો કર્યો છે. નવો દર 7.90 % રહેશે. સૌથી ઓછો વ્યાજ દર 7.65 % રહેશે.

ટેલિકોમ ઉદ્યોગ બે વર્ષમાં 2-3 લાખ કરોડનું રોકાણ કરશે

દેશનો ટેલિકોમ ઉદ્યોગ આગામી બે વર્ષમાં 2 થી 3 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. સરકાર દ્વારા શરૂ કરાયેલા સુધારા અને અનિશ્ચિતતા અને જોખમ દૂર કરવા અને સ્થિર રોકાણને કારણે આવું થશે. આ રોકાણ ચોથી અને પાંચમી પેઢીની ટેકનોલોજી માટે હશે. આ બહેતર વૉઇસ ક્વૉલિટી અને ઝડપી ડેટા સ્પીડ પ્રદાન કરશે.