જૂનાગઢના વેટરનરી ઇન્ટર્ન તબીબો ભૂખ હડતાલના ચોથા દિવસે વધુ એક છાત્રાની તબિયત લથડતા તેને સારવાર માટે જુનાગઢ હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વેટરનરી વિભાગમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓ દ્વારા અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાતમાં તેઓને મળતું ભથ્થું ઓછું હોય જે અંગેની રજૂઆતને લઈ છેલ્લા 13 દિવસથી હડતાલ પર ઉતર્યા છે ત્યારે તે હડતાલમાં કુલ સાત વિદ્યાર્થીઓ જેમાંથી પાંચ છાત્ર અને બે છાત્રાઓ ભૂખ હડતાલ પર ઉતર્યા છે તેઓની ભૂખ હડતાલના આજે ચોથા દિવસ હતો અને આજે ચોથા દિવસે વધુ એક વિદ્યાર્થીની ગિપ્તીબેન મહિડા ની તબિયત લથડતા તેઓને સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અત્યાર સુધીમાં આ ભૂખ હડતાલમાં જોડાયેલ સાત વિદ્યાર્થીઓ પૈકી ચાર લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે આમ ઇન્ટરને તબીબો દ્વારા ચાલતી ભુખડતાલને લઈ વિદ્યાર્થીઓની તબિયત લસડી રહી છે અને તેઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી રહ્યા છે એક બાદ એક કુલ ચાર વિદ્યાર્થીઓની તબિયત લથડતા તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે