સુંદર વાળની વ્યાખ્યા કોને કહેવાય છે? તમે કહેશો કે, કદાચ જાડા અને લાંબા વાળ. પરંતુ ઘણીવાર એવું બને છે કે વાળ કાં તો જાડા અથવા લાંબા હોય છે, બંને વસ્તુઓ એકસાથે શક્ય નથી હોતી. ક્યારેક વાળ ખરવાને કારણે તે પાતળા થઈ જાય છે અને સારા દેખાતા નથી. શું તમને પણ જાડા વાળ ગમે છે? શું તમે આ માટે મોંઘા શેમ્પૂ અને તેલનો ઉપયોગ કરો છો? પરંતુ હજુ પણ તમને કોઈપણ ફાયદો નથી થયો. આવી સ્થિતિમાં તમારે કેટલાક ઘરેલું ઉપાય કરવા જોઈએ. આજના જમાનામાં ટૂંકા અને સ્ટાઇલિસ્ટ વાળ તરફ મહિલાઓ આકર્ષિત થઈ છે તેમ છતાં મોટા ભાગની મહિલાઓને લાંબા અને જાડા વાળ જ ગમે છે. મહિલાઓ વાળ માટે મોંઘા શેમ્પૂનો ઉપયોગ કરે છે. તેમ છતાં વાળને ખાસ ફાયદો થતો નથી. આવી સ્થિતિમાં તે નિરાશ થઈ જાય છે અને લાંબા વાળની ઈચ્છા ભૂલી જાય છે. જો તમારા વાળનો વિકાસ પણ બંધ થઈ ગયો હોય તો હવે ચિંતા કરશો નહીં. આ માટે તમે એક સરળ ઘરેલું ઉપાય અપનાવી શકો છો.
શું તમે બટાકાનો ઉપયોગ ક્યારેય વાળ માટે કર્યો છે ખરા? જો તમારો જવાબ ના છે, તો હવે તેનો ઉપયોગ કરવાનું શરુ કરો. બટાકાનો ઉપયોગ ત્વચા અને વાળ સંબંધિત સમસ્યાઓ ઘટાડવા માટે થાય છે. જો તમે ઈચ્છો છો કે તમારા વાળ તમારા ઘૂંટણ જેટલા લાંબા હોય તો આ વખતે બટાકાનો રસ અજમાવો. એલોવેરા ત્વચાથી લઈને વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે વાળની સમસ્યાઓને ઘણી હદ સુધી ઓછી કરી શકે છે.
આ જ કારણ છે કે મોટાભાગની મહિલાઓ તેને પોતાની હેર કેર રૂટીનમાં સમાવેશ કરે છે. તમને બજારમાં એલોવેરાથી બનેલી ઘણી હેર પ્રોડક્ટ્સ મળી જશે. પરંતુ હવે તમારે બજારમાંથી પ્રોડક્ટ ખરીદવાની જરૂર નહીં પડે કારણ કે અમે તમને જણાવીશું કે તમે ઘરે એલોવેરાનો ઉપયોગ કરીને કેવી રીતે જાડા વાળ મેળવી શકો છો. ચાલો જાણીએ કે એલોવેરાનો ઉપયોગ કરીને કેવી રીતે જાડા વાળ મેળવી શકાય છે. હેર માસ્ક વાળ માટે ખૂબ ફાયદાકારક છે.
એટલા માટે તમે લાંબા વાળ મેળવવા માટે બટાકાથી માસ્ક બનાવી શકો છો. 1 ચમચી એલોવેરા જેલ અને 2-3 બટાકા લો. સૌ પ્રથમ બટાકાને ધોઈને છોલી લો અને બટાકાને છીણી લો. હવે તેને નિચોવીને તેનો રસ કાઢો. આ રસમાં 1 ચમચી એલોવેરા જેલ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. બટાકાનો માસ્ક તૈયાર છે.