રાજ્યમાં નવા રોકાણને પ્રોત્સાહન આપવા માટે ગયા વર્ષે આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ 18 કરારો દ્વારા, વિવિધ કંપનીઓએ રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં રૂ. 9,852 કરોડનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે, જેનાથી 10,851 રોજગારીની તકો ઊભી થશે. અમદાવાદ. ગુજરાત સરકારે સોમવારે ‘સ્વ-નિર્ભર ગુજરાત ઉદ્યોગોને સહાયતાની યોજના’ હેઠળ રૂ. 9,852 કરોડના 18 સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા.
આ માહિતી એક સત્તાવાર વિજ્ઞાપનમાં આપવામાં આવી છે. રાજ્યમાં નવા રોકાણને પ્રોત્સાહન આપવા માટે ગયા વર્ષે આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ 18 કરારો દ્વારા, વિવિધ કંપનીઓએ રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં રૂ. 9,852 કરોડનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે, જેનાથી 10,851 રોજગારીની તકો ઊભી થશે. આ એમઓયુ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. રીલીઝ મુજબ, જે લોકોએ રાજ્ય સરકાર સાથે જોડાણ કર્યું છે તેમાં કેમિકલ અને એગ્રોકેમિકલ પ્રોડક્શન, ફાર્માસ્યુટિકલ્સ, ઇક્વિપમેન્ટ અને ઇલેક્ટ્રિક રિક્ષા સંબંધિત કંપનીઓનો સમાવેશ થાય છે. ભરૂચ જિલ્લા દહેજ ખાતે એશિયન પેઇન્ટ્સ રૂ. ૨૧૦૦ કરોડના મૂડી રોકાણથી વીએમવીના ઉત્પાદનનો પ્લાન્ટ શરૂ કરશે અને આ પ્લાન્ટ દ્વારા ૩૫૦ લોકોને સૂચિત રોજગારી પ્રાપ્ત થશે.
આ ઉ૫રાંત મેનકાઇન્ડ લાઇફસાયન્સ પ્રા. લિમિટેડ વડોદરા ખાતે રૂ. ૧૧૦૦ કરોડનું રોકાણ કરશે અને તેનાથી ૧૦૦૦ જેટલી સૂચિત રોજગારીનું સર્જન થશે. ઉદ્યોગ મંત્રી બલવંત સિંહ રાજપૂતની ઉપસ્થિતીમાં થયેલા આ બહુવિધ MoU અંતર્ગત મેન્યૂફેકચરીંગ, કેમિકલ્સ એન્ડ એગ્રોકેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને ફાર્મ ઇક્વીપમેન્ટ, હાઇડ્રોજન, ઇલેક્ટ્રીક ઓટોરિક્ષા સહિતના વિવિધ ક્ષેત્રોમાં ઉદ્યોગ રોકાણકારો અને રાજ્ય સરકારે એમઓયુ કર્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની આ ‘ધ આર્ત્મનિભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝનો યોગ્ય લાભ અને જરૂરી મદદ સહાય ઉદ્યોગોને પૂરી પાડવાની પ્રતિબદ્ધતા આ તકે દર્શાવી હતી. ઉદ્યોગ મંત્રી બલવંત સિંહ રાજપૂતે દેશના ગ્રોથ એન્જીન અને ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૮ ટકા જેટલો ફાળો ધરાવતા ગુજરાતની આ યોજના રાજ્યમાં વિદેશી મૂડીરોકાણ સહિત ઉદ્યોગ-રોકાણોને વધુ આકર્ષિત કરશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.