રિઝર્વ બેંક (RBI) 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેશે. બેંકે કહ્યું છે કે આ નોટો 30 સપ્ટેમ્બર સુધી લીગલ ટેન્ડર રહેશે. એટલે કે તમે 30 સપ્ટેમ્બર સુધી આ નોટને બદલી શકશો. પરંતુ એકસાથે 20,000 રૂપિયાની જ એટલે કે 10 નોટ 2000ની બદલી શકાશે.
અત્યારે આ પ્રશ્નનો સીધો જવાબ આપવો મુશ્કેલ છે, પરંતુ આવતા મહિનામાં આ નોટ બંધ થઈ જશે તે વાતને નકારી શકાય તેમ નથી. પરંતુ RBI દ્વારા લેવામાં આવેલા તાજેતરના નિર્ણયનો અર્થ એ છે કે આ નોટો હવે ચલણમાં રહેશે નહીં અને 30 સપ્ટેમ્બર, 2023 પછી આ નોટો બેંકમાંથી બહાર પાડવામાં આવશે નહીં.
નોટ બંધ થશે કે નહીં, તેનો જવાબ મળવામાં સમય લાગશે, પરંતુ આ નિર્ણયનો ચોક્કસ અર્થ એ છે કે આ નોટ બંધ કરવા માટે પ્રથમ પગલું ચોક્કસપણે લેવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, RBIએ એક મોટો નિર્ણય લેતા નવેમ્બર 2016માં નોટબંધીની જાહેરાત સાથે 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી. આ નોટ 8 વર્ષ પછી ચલણમાંથી બહાર થઈ જશે.
RBIએ શું કહ્યું? : 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં કોઈપણ બેંક શાખામાં 2000 રૂપિયાની નોટ બદલી શકાશે. 23 મેથી કોઈપણ બેંકમાં બદલી અથવા જમા કરાવી શકાશે. એક સમયે 20000 રૂપિયા બદલી અથવા બેંકમાં જમા કરાવી શકાય છે. RBIની 19 શાખાઓમાં પણ નોટો બદલી શકાશે
નવેમ્બર 2016માં નોટબંધી બાદ 2000 હજાર રૂપિયાની નોટ રજૂ કરવામાં આવી હતી. નોટબંધી દરમિયાન 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી હતી. આરબીઆઈએ પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે 2018-19માં જ 2000 રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. RBIએ કહ્યું કે તમે એક સમયે માત્ર 2 હજાર રૂપિયાની 20 હજાર રૂપિયા સુધીની નોટ બદલી શકો છો. નવેમ્બર 2016માં નોટબંધી બાદ 2000 હજાર રૂપિયાની નોટ રજૂ કરવામાં આવી હતી.
RBI દ્વારા 2000 ની નોટ પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. RBIનાં આ નિર્ણયનો અર્થ શું થાય? આવું કેમ કરવામાં આવ્યું છે અને તમને એનાથી શું ફરક પડશે? જાણો વિગતવાર આરબીઆઈએ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી લેવાનો નિર્ણય લીધો છે. જો કે, તે કાયદેસરની મુદ્રા તો રહેશે જ.RBIનાં આ નિર્ણયનો અર્થ એ થાય છે કે આ નોટ બંધ કરવામાં નથી આવી પરંતુ તેણે ચલણમાંથી પાછી ખેંચવામાં આવી છે. એટલે કે તમને નોટ બદલવા માટે પૂરતો સમય મળશે.
કેટલો સમય મળશે? : RBI ના જણાવ્યા અનુસાર 30 સપ્ટેમ્બર સુધીમાં તમે તમારી પાસે રહેલી 2000ની નોટ બદલી શકશો. એટલે કે ગભરાવાની જરુર નથી, આ નોટબંધી જેવુ પગલું નથી, તમને પૂરતો સમય આપવામાં આવ્યો છે તમારી પાસે રહેલી 2000ની નોટ પરત આપવાનો.
કઈ પોલિસી હેઠળ લેવાયો નિર્ણય? : આરબીઆઈએ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી લેવાની જાહેરાત કરી છે. ભારતીય રિઝર્વ બેન્કે બેન્કોને સલાહ આપી છે કે, તે તાત્કાલિક ધોરણે 2000ની નોટને આપવાનું બંધ કરે. જો કે, 2000 રૂપિયાની નોટ બેન્ક નોટ માન્ય મુદ્રા રહેશે. જાણકારી અનુસાર, ક્લીન નોટ પોલિસી અંતર્ગત આરબીઆઈએ આ નિર્ણય લીધો છે. આરબીઆઈએ કહ્યું કે, આ નોટ 30 સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે.
RBI દ્વારા શું કહેવામાં આવ્યું: RBI દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 2018-19માં ₹ 2000 ની બૅન્કનોટનું છાપકામ બંધ કરવામાં આવ્યું હતું. લગભગ ₹ 2000 મૂલ્યની બૅન્કનોટમાંથી લગભગ 89% માર્ચ 2017 પહેલાં જારી કરવામાં આવી હતી અને તે 4-5 વર્ષના અંદાજિત આયુષ્યના અંતે છે.
વધુમાં, અન્ય મૂલ્યોની બૅન્કનોટનો સ્ટોક લોકોની ચલણની જરૂરિયાતને પહોંચી વળવા માટે પૂરતો છે, RBIએ જણાવ્યું હતું.
નોટ બદલવાનો નિયમ?: બેંક ખાતામાં ₹ 2000 ની બેંક નોટ જમા કરાવી શકે છે અને/અથવા તેને કોઈપણ બેંક શાખામાં અન્ય મૂલ્યોની બેંક નોટોમાં બદલી શકે છે. બેંક ખાતામાં જમા સામાન્ય રીતે કરી શકાય છે, એટલે કે, પ્રતિબંધો વિના અને હાલની સૂચનાઓ અને અન્ય લાગુ વૈધાનિક જોગવાઈઓને આધીન છે,” આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું.\
આરબીઆઈએ વધુમાં જણાવ્યું હતું કે ઓપરેશનલ સુવિધા સુનિશ્ચિત કરવા અને બેંક શાખાઓની નિયમિત પ્રવૃત્તિઓમાં વિક્ષેપ ન આવે તે માટે, 23 મેથી શરૂ થતા કોઈપણ બેંકમાં એક સમયે 20,000 રૂપિયાની મર્યાદા સુધી અન્ય મૂલ્યોની બેંક નોટોના બદલામાં 2000 રૂપિયાની નોટ એક્સ્ચેન્જ એટલે કે બદલી શકાશે
એક્સચેન્જ અથવા ડિપોઝિટની સરળતા પૂર્ણ કરવા માટે, આરબીઆઈએ તમામ બેંકોને 30 સપ્ટેમ્બર, 2023 સુધી પૂરતો સમય આપ્યો છે. એટલે કે તમારે ડિપોઝિટ કરાવવા હોય તો રૂપિયા 30 તારીખ સુધી જમા કરાવી શકો છો એમાં કોઈ બંધન નથી.