હવામાન વિભાગની આગાહી ને પગલે ડુમસ અને સુવાલી બીચ બંધ કરાયો. હવામાન વિભાગની આગાહીના પગલે સુરતનો ડુમ્મસ બીચ બંધ કરી દેવામાં આવ્યો છે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાને લઇ સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
તો બીચ પર જવાના રસ્તા પર પોલીસનો બંદોબત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે તેને લઈને તકેદારીના ભાગરૂપે સુરતનો ડુમસ બીચ બંધ કરવામાં આવ્યો છે.તો બીજી તરફ સુરત પોલીસ કમિશનર દ્વારા આ બાબતે જાહેરનામુ પર બહાર પાડવામાં આવ્યું છે.
આજથી અચકસ મુદત માટે ડુમસ નો બીજ બંધ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ સુવાલી બીચ પર પણ લોકોને ન જવા સૂચના આપવામાં આવી છે. તો લોકો બીચ પર ફરવા ન જાય તે માટે પોલીસનો બંદોબસ્ત પણ ડુમસના દરિયા કિનારા પર લગાવી દેવામાં આવ્યો છે. સહેલાણીઓ બીચ સુધી ન પહોંચી શકે તે માટે રસ્તા બંધ કરવામાં આવ્યા છે. 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી હતી અને હવામાન વિભાગની આગાહીને લઈને સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
પોલીસ કમિશનરના જાહેરનામાને લઈને બીચ પર પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવે છે અને સવારે ડુમ્મસ બીચ એકદમ સુમસામ જોવા મળ્યું હતું. સામાન્ય દિવસોમાં અને વિકેન્ડના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ડુમ્મસના દરિયા કિનારા પર પરિવાર સાથે ફરવા આવતા હોય છે પરંતુ 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા ને લઇ ડુમ્મસ નો બીચ બંધ કરવામાં આવ્યો છે.