લોધિકાના મોટા વડામાં ધો. 11 ના વિદ્યાર્થીએ વીડિયો બનાવી આપઘાત કર્યા બાદ FIR થઈ, 4 દિવસથી આચાર્ય સહિત ત્રણેય શિક્ષકો પોલીસ પકડથી દૂર

રાજકોટ :રાજકોટમાં આજે ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે,એક લોધિકાના મોટા વડામાં ધો. 11 ના વિદ્યાર્થીએ વીડિયો બનાવી આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે,ગત શનિવારે 3 શિક્ષકોના ત્રાસથી સ્યુસાઈડ નોટ લખી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી.

લોધિકા તાલુકાના મોટાવડા ગામે ધો. 11 કોમર્સના વિદ્યાર્થી ધ્રુવીલ વરુએ ગત શનિવારે 3 શિક્ષકોના ત્રાસથી સ્યુસાઈડ નોટ લખી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. જે ઘટનામાં પોલિસે વિદ્યાર્થીને મરવા મજબૂર કરનારા આચાર્ય સચિન વ્યાસ, કાયમી શિક્ષક મોસમી શાહ અને જ્ઞાન સહાયક વિભૂતિ જોષી સામે લોધિકા પોલિસે FIR દાખલ કરી. જે બાદથી એટ્લે કે છેલ્લા 4 દિવસથી ત્રણેય શિક્ષકો ફરાર છે અને પોલિસ તેઓને પકડવામાં નાકામ સાબિત થઈ છે ત્યારે ઇન્ચાર્જ DEO દીક્ષિત પટેલે ત્રણેય શિક્ષકોને નોટિસ આપી અન અધિકૃત રીતે શા માટે ગેરહાજર છો? તેવો ખૂલાસો પૂછ્યો છે. જેનો રીપોર્ટ રાજ્ય સરકારને મોકલવામાં આવશે.

આ સ્કૂલમાં 175 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. 3 શિક્ષકો સામે પોલિસે ગુનો નોંધ્યો છે. આચાર્ય સચિન વ્યાસ, મોસમી શાહ અને વિભૂતિ જોષી સામે પોલિસ ફરીયાદ નોંધાઈ છે ત્યારે હાલ આચાર્ય સહિત 3 શિક્ષકો હાલ ફરજ બજાવી રહ્યા નથી. જેની બદલે 1 શિક્ષક મૂકવામાં આવ્યા છે. જેથી 2 શિક્ષક ભણાવી રહ્યા છે. બાદમા વધુ 1 શિક્ષક ફરજ માટે મૂકવામાં આવ્યા છે. દરમિયાન હવે ત્રણેય શિક્ષકોને નોટિસ આપી ખૂલાસો પૂછવામાં આવ્યો છે. જેમાં તેઓ અન અધિકૃત રીતે શા માટે ગેરહાજર છે તેવો ખૂલાસો પૂછ્યો છે.