સુરત(surat):દિવસે ને દિવસે રાજ્યભરમાં મૃત્યના સમાચારમાં ખુબ જ નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે,સુરત શહેરમાં રોગચાળાને લીધે ખુબ જ મૃત્યુ આંક વધી રહ્યો છે,હાલ વધુ એક મોતનો બનાવ સામે આવ્યો છે,પાંડેસરા વિસ્તારમાં રહેતો 27 વર્ષીય સાગર નામના યુવકનું મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
મહારાષ્ટ્રના જલગાવના વતની પાંડેસરા લુમ્સ ખાતામાં કામ કરતા સુધાકર ઝુંઝારાવનો 27 વર્ષના પુત્ર સાગરન બે દિવસ પહેલા તાવ આવતા નજીકમાં આવેલી હોસ્પિટલ ખાતે પિતા લઈ ગયા હતા. ડોક્ટરે સાગરને રિપોર્ટ કાઢી દવા આપવામાં આવી હતી, પરંતુ કાલે સાંજે વધુ સાગરની તબિયત બગડતા પિતા સારવાર માટે બીજી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. જ્યાં ફરજ પરના હાજર ડોકટરે મૃત જાહેર કર્યો હતો.
સાગર ઉધના ખાતે સલૂનની દુકાન ચલાવી પરિવારને આર્થિક રીતે મદદ કરતો હતો, સાગરને કોઈપણ પ્રકારની ગંભીર બીમારી ન હતી, પરંતુ અચાનક બે દિવસ તાવ આવ્યા બાદ મોત થતા પરિવારને ખુબ જ ઊંડો આઘાત લાગ્યો છે.
સુરત શહેરમાં અત્યાર સુધીમાં પાણીજન્ય રોગચાળાથી 34 લોકોના મોત નિપજ્યા છે. વધી રહેલા રોગચાળાને લઈ સુરત મહાનગરપાલિકાની કામગીરીને લઈ અનેક સવાલો ઉભા થયા છે.