અંકલેશ્વર ઓદ્યોગિક વસાહત નાં ફાઇનલ પંપીંગ સ્ટેશન બહાર થી વેહતા પ્રદૂષિત પાણી થી આમલાખાડી પ્રદૂષિત
વારંવાર ની ફરિયાદો બાદ પણ પરિસ્થિતિ માં કોઈ સુધાર નથી.
આમલાખાડી ખાડી માં પ્રદુષિત પાણી ની તપાસ કરતા માલુમ પડ્યું હતું કે વાલિયા ચોકડી પાસે આવેલ ફાઈનલ પમ્પીંગ સ્ટેશન બહાર નોટિફાઇડ હદ-વિસ્તાર માંથી મોટા પ્રમાણ માં પ્રદુષિત પાણી આવી રહ્યું હતું જે ભેગું થઈ આમલાખાડી ખાડી માં જતું હતું જેથી ખાડી પ્રદુષિત થઇ હતી. જેટલો વરસાદ નથી એનાથી વધારે પ્રદુષિત પાણી વહી રહ્યું છે.
ચાલુ વર્ષા ઋતુ દરમ્યાન અનેક વખત આવી જ પરિસ્થિતિ છાપરાખાડી અને અમરાવતીખાડી માં પણ અંકલેશ્વર વસાહત ના પ્રદુષિત પાણી વેહતા જોવા મળ્યા છે. દર વર્ષે પાળાઓ બનાવી રોકવાના નિર્થક પ્રયાસો કરવામાં આવે છે. વાંરવાર ના પ્રદુષિત પાણી ના વહન થી માછલીઓ અને જળ-ચળ ના મૃત્યુ થાય છે.
પ્રદુષણ ના આવા કૃત્યો થી પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય ને પણ ગંભીર નુકસાન થયું છે. વરસાદી ખાડીઓ માં પ્રદુષણ ના થાય એ બાબતે NGT કોર્ટ ના હુકમ અને સુપ્રીમ કોર્ટ ના હુકમો નું ઉલ્લઘન થઈ રહ્યું છે. તંત્ર મુક પ્રેક્ષક બની લાચાર અવસ્થા માં હોય એમ લાગી રહ્યું છે.
પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સલીમ પટેલે જણાવ્યું હતું કે “અમોને આમલાખાડી માં પ્રદુષિત પાણી આવતું હોવાની ફરિયાદ મળતા અમારી સ્થળ તપાસ માં માલુમ પડ્યું હતું કે આ પ્રદુષિત પાણી જીઆઇડીસી અંકલેશ્વર ના ફાઈનલ પમ્પીંગ સ્ટેશન પાછળ બનાવેલ પાળો ઓવરફ્લો વગર વરસાદે પણ નોટિફાઇડ વિસ્તાર માંથી પ્રદુષિત પાણી ખાડી માં આવતું નજરે જણાઈ રહ્યું હતું.”