ભાવનગર (Bhavnagr): બજરંગદાસબાપા આરોગ્યધામ ખાતે ખાસ પ્રકારની સર્જરી કરાઈ હતી .22 વર્ષનો યુવાન બજરંગદાસ બાપા આરોગ્યધામમાં તાવ,જમણી બાજુ છાતીમાં દુખાવો, ઉધરસ અને પીળો કફ 15 દિવસથી નીકળતો હોવાથી દાખલ થયો હતો.
છાતીનો એક્સરે કરતા જાણવા મળ્યું કે,તેમને જમણી બાજુ છાતીમાં પરૂ જામ થઈ ગયેલ છે. ત્યારબાદ તાત્કાલિક છાતીમાંથી પરૂ કાઢવા માટે જમણી બાજુ છાતીમાં સોનોગ્રાફીના માર્ગદર્શન હેઠળ ઓપરેશન કરી નળી મુકવામાં આવી હતી અને એંટિબાયોટિક્સના ઇન્જેક્શન શરૂ કરવામાં આવ્યા હતા.સારી રોગપ્રતિકારક શક્તિવાળા યુવાન દર્દીની અંદર છાતીમાં પરૂ ભરાવાના કારણ શોધવા માટે ફેફસાંનો સીટી ચેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે જમણી બાજુના ફેફસાંમાં ફોરેન બોડી જોવા મળ્યુ.
હોસ્પિટલ દ્વારા દર્દી અને દર્દીના સગાને ફોરેન બોડી ગળી જવાની હિસ્ટ્રી પૂછી પણ તેમણે આવી કોઈ હિસ્ટ્રી માટે ના પાડી. દર્દીને દારૂ પીવાની પણ કોઈ હિસ્ટ્રી ન હતી. ફેફસાંની દૂરબીનથી તપાસ કરતા જમણા ફેફસાની અંદર ફોરેન બોડી પિસ્તા શેલ 2.5 × 1.5 સેન્ટીમીટર જોવા મળ્યુ અને તેને દૂરબીન વડે બહાર કાઢવામાં આવ્યુ હતુ.ત્યારબાદ આ દર્દીને પિસ્તા શેલ ગળી જવાના કારણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે યાદ કરીને કહ્યું કે, એક મહીના પહેલા એકવાર તે પથારીમાં સૂતા સૂતા પિસ્તા ખાતો હતો ત્યારે તે અંતરાઈ ગયો હતો અને પછી તેને બહુ જ ઉધરસ આવતી હતી.