મેફેડ્રોન ડ્રગના જથ્થા સાથે ફરીવાર ઝડપાઈ યુવતી, જાણો કેટલા લાખ રુપિયાનો જપ્ત કર્યો મુદ્દામાલ

રાજકોટમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ વડે મેફેડ્રોન ડ્રગ સાથે નામચીન અમી ચોલેરા નામની ડ્રગ પેડલરને ઝડપી પાડવામાં આવી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અમી ચોલેરાને 12.36 ગ્રામ ડ્રગના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અમિ ચોલેરા વિરોધ એન.ડી.પી.એસ એક્ટ અંતર્ગત ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. તેમજ પોલીસ દ્વારા મેફેડ્રોન ડ્રગ એપલ કંપનીનો મોબાઇલ ફોન એકટીવા મોટરસાયકલ તેમજ એક વજન કાંટા સહિત કુલ ₹1,78,700 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ખુલ્લેઆમ ડ્રગ્સનો કાળો કારોબાર થતો હોવાની વાત પુરવાર કરતી વધુ એક ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના યુવાધન બરબાદ કરવામાં લાગેલી નશાખોર પેડલર યુવતી અમી ચોલેરાની પોલીસે ધરપકડ કરી છે.

અમી ચોલેરા પાસેથી 1 લાખ 23 હજાર 600ની કિંમતનું 12.36 ગ્રામ એમડી ડ્રગ્સ, મોબાઇલ અને સ્કૂટર સહિત કુલ રૂ.1.78 લાખનો દ્દામાલ જપ્ત કરાયો છે. પૂછપરછમાં તેણે નામચીન શખ્સ જલાલુદ્દીન પાસેથી ડ્રગ્સ લાવી હોવાની કબૂલાત કરતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. 23 વર્ષની અમી ચોલેરા શહેરના કરણપરા વિસ્તારમાં આવેલા રાજહંસ એપાર્ટમેન્ટમાં રહે છે. SOG પોલીસને બાતમી મળી હતી કે અમી ડ્રગ્સના જથ્થા સાથે રેસકોર્ષમાંથી પસાર થવાની છે.. જેથી પોલીસ સ્ટાફે બગીચા પાસે વૉચ ગોઠવી હતી. આ દરમિયાન અમી ચોલેરા એક્ટીવા પર પસાર થતાં પોલીસે તેને અટકાવી હતી. તપાસ કરતા તેના પેન્ટના ખિસ્સામાંથી અને સ્કૂટરની ડેકીમાંથી ડ્રગ્સની પડીકીઓ મળી હતી.

પોલીસે FSLની ટીમને સ્થળ પર બોલાવીને તપાસ કરાવડાવતા આ ડ્રગ્સ મેફેડ્રોન હોવાનું સામે આવ્યું હતું. ગુજરાતમાં વારંવાર ડ્રગ્સ ઝડપાવાની ઘટનાઓ સામે આવે છે. આ પહેલા અમદાવાદમાં બરોડા એક્સપ્રેસ નજીક કારમાંથી ડ્રગ્સ ઝડપાયું હતુ. યુવતી સહિત વડોદરાના બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. સાથે 16.120 ગ્રામ MD ડ્રગ્સ સાથે 11.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ફિરદોશ મન્સૂરી અને આશિષ પરમારની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.. ડ્રગ્સ ડિલિવરી આપવા આરોપી આવતા હતા. આરોપીની પુછપરછમાં સામે આવ્યું કે, આરોપી ફિરદોષ અને આશિષ બરોડામાં એક મોબાઈલ શોપમાં સાથે નોકરી કરતા હતા ત્યાંથી જ સંપર્કમાં આવ્યા હતા.

જે બાદ ફિરદોષે તેના પતિને છૂટાછેડા આપી આશિષ સાથે લીવ ઈનમાં રહેતી હતી. આશિષ અને ફીરદોષ ડ્રગ્સની આદત ધરાવે છે. અને બંને આરોપી વડોદરાના સાગર મિસ્ત્રી પાસેથી ડ્રગસ ખરીદતા હતા. અને અમદાવાદ રિક્ષાવાળાઓને ડ્રગસ સપ્લાઇ કરતા હતા. જે અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલને બાતમી મળી હતી કે, બાલ ભવન ગેટથી અંદર સરગમ ક્લબ સંચાલિત પ્રમુખ સ્વામી પ્લેટિનિયમની બહાર એક યુવતી એમડી ડ્રગના જથ્થા સાથે ઊભેલી છે. જે સચોટ બાતમીના આધારે મહિલા પોલીસ કોન્સ્ટેબલને સાથે લઈ જઈ મહિલાની અંગજડતી કરતા તેની પાસેથી માદક પદાર્થ મેફેડ્રોનનો 12.36 ગ્રામ જથ્થો ઝડપાયો છે.

સમગ્ર મામલે યુવતી પાસે રહેલા માદક પદાર્થનો જથ્થો મેફેડ્રોન છે કે કેમ, તે બાબત નું પ્રાથમિક પરીક્ષણ એફએસએલના અધિકારી દવે સાહેબ દ્વારા કરવામાં આવેલ છે. ત્યારે આજે અમીને રિમાન્ડની માંગણી અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેમજ રિમાન્ડ દરમિયાન તેની વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવશે. તેની પાસે રહેલ માદક પદાર્થનો જથ્થો તે કોની પાસેથી લાવી છે. તેમજ તે માદક પદાર્થના ધંધામાં છેલ્લા કેટલા સમયથી સક્રિય છે. તેમજ રાજકોટમાં અને સૌરાષ્ટ્રમાં કોને કોને ડ્રગ સપ્લાય કરતી હતી તે સહિતની બાબતો અંગે તેની પૂછપરછ કરવામાં આવશે.