અમદાવાદ(Amedavad):વાવાઝોડું ગુજરાતની નજીક આવી રહ્યું છે, ત્યારે સમગ્ર રાજ્યમાં તેની અસર જોવા મળી રહી છે. ખાસ કરીને ભારે પવન ફૂંકાવવાની સાથે ઘણા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે.
આ દરમિયાન વરસાદને લઇને આગાહી સામે આવી છે. 3 કલાકમાં 17 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. કચ્છ, દ્વારકા, પોરબંદર, બનાસકાંઠા,પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, દીવ, ગીર સોમનાથ, જૂનાગઢમાં આગાહી કરવામાં આવી છે.
જિલ્લાના અંતરિયાળ તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. છુટા છવાયા વરસાદી વાદળો વચ્ચે ભારે પવન ફૂંકાયો છે. વારાહી, લખાપુરા, ઉનડી સહીત ગામો ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ખુબ જ ઉડી છે.
14 અને 15 તારીખે હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. અતિથી અતિભારે વરસાદ પડવાની સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે.