સુરત(surat):દિવસે ને દિવસે લુંટફાટ નાં કિસ્સા વધી રહ્યા છે,ત્યારે વધુ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે.સુરત શહેરના ભટાર કાપડિયા હેલ્થ ક્લબ પાસે ધોળે દિવસે 4 બદમાશે રૂ. 65 લાખની કિંમતના 1 કિલો સોનાના બિસ્કિટ લૂંટ કરી કારમાં ભાગી ગયા હતા. આ લૂંટમાં ક્રાઇમ બ્રાન્ચે દેવેન્દ્ર નરવરિયા, સૌરભ વર્મા, મોહિત વર્મા અને પીયૂષ યાદવ વડોદરા હાઇવે પરથી પકડી પાડી તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે.
હેલ્થ ક્લબ પાસે આવેલા જ્વેલર્સના માલિકે બે કર્મચારીને 100 ગ્રામના સોનાનાં 10 બિસ્કિટ આપવા મોકલ્યા હતા. કારના નંબર આધારે કર્મચારીએ મદનલાલ શાહનું નામ આપ્યું હતું, પરંતુ તેઓ એક મહિલા સાથે બહાર ઊભા હતા.
કારમાં બેઠેલા માણસે સોનાના બિસ્કિટ ચેક કરી ચેક આપવાની વાત કરી હતી. કર્મચારીએ ચેક લેવાની ના પાડી, કર્મચારી પણ કારમાં બેસી ગયો હતો એટલામાં બીજા એક શખસે આવી કર્મચારીને ધક્કો મારી સોનાની લૂંટ ચલાવી યુવકો ભાગી છૂટ્યા હતા.
પોલીસે વડોદરા ગ્રામ્યની વરણામા પોલીસની મદદથી એક સંયુક્ત ઓપરેશન પાર પાડી વરણા ખાતેથી ચાર આરોપીને 10 નંગ સોનાનાં બિસ્કિટ વજન 1 કિલો રૂ 65,00,000/- તેમજ સ્વિફ્ટ ડિઝાયર કાર અને 03 મોબાઈલ સાથે ઝડપી પાડયા હતા.
મોહિત IITમાં અભ્યાસ કરતો હતો. જોકે પરિવારની સ્થિતિને જોતાં અભ્યાસ છોડી દીધો હતો. મોહિતનાં માતા-પિતા ગુજરી ગયાં બાદ ઘરમા કમાનાર માત્ર પોતે એકલો જ હતો. ભાઇ અને બહેનની સ્કૂલ-કોલેજની ફી માટેના પૈસા પણ ભરી શકતો ન હતો અને આર્થિક તંગીને કારણે પોતે કંટાળી ગયો હતો.તે માટે આવું કામ કરવા માટે તૈયાર થઇ ગયો હતો.