એક સમયે મોબાઈલ ફોન માર્કેટ પર રાજ કરતી નોકિયા સ્માર્ટફોન માર્કેટમાં પ્રભુત્વ મેળવી શકી નથી. જો કે કંપનીએ ફીચર ફોન સેગમેન્ટમાં પોતાની જાતને ઘણી મજબૂત બનાવી છે. આ જ કારણ છે કે જ્યાં મોટાભાગની કંપનીઓનું ફોકસ સ્માર્ટફોન પર હોય છે. નોકિયા હજુ પણ ફીચર ફોન પર કામ કરી રહી છે. તાજેતરમાં, કંપનીએ ભારતમાં બે ફીચર ફોન લોન્ચ કર્યા છે. નોકિયા 8210 4G સાથે, બ્રાન્ડે Nokia 110 2022 લોન્ચ કર્યો છે. જ્યાં Nokia 8210માં ડ્યુઅલ સિમ કાર્ડ, VoLTE જેવા ફીચર્સ આપી રહી છે.
નોકિયા 110 (2022) ની કિંમત
નોકિયાનો આ ફોન 3 કલર ઓપ્શનમાં આવે છે. તમે તેને ચારકોલ, સાયન અને રોઝ ગોલ્ડમાં ખરીદી શકો છો. તેના બે વેરિઅન્ટ Cyan અને Charcoalની કિંમત 1699 રૂપિયા છે. તો રોઝ ગોલ્ડ વેરિઅન્ટ 1799 રૂપિયામાં આવે છે. આ સાથે 299 રૂપિયાના ઈયરફોન ફ્રીમાં મળશે. તમે આ હેન્ડસેટ રિટેલ આઉટલેટ્સ, ઈ-કોમર્સ સાઇટ્સ અને નોકિયાની ઓફિશિયલ સાઇટ પરથી ખરીદી શકો છો.
ફોનમાં શું છે ખાસ
તમને Nokia 110 (2022) માં આકર્ષક ડિઝાઇન મળે છે. આમાં નોકિયાની સિગ્નેચર ડિઝાઇન જોવા મળશે. હેન્ડસેટ રીઅર કેમેરા, મ્યુઝિક પ્લેયર અને ઓટો કોલ રેકોર્ડીંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હશે. ફોનમાં બિગ સ્ટોરેજ સ્પેસ પણ મળશે કંપનીનું કહેવું છે કે આમાં તમને નોકિયાની બિલ્ડ ક્વોલિટી મળશે.
ડિવાઇસને પાવર આપવા માટે 1000mAh બેટરી આપવામાં આવી છે. તમે સ્ટોરેજને 32GB સુધી વધારી શકો છો. કંપનીના જણાવ્યા અનુસાર, તમે બેટરીની ચિંતા કર્યા વિના આ ફોનનો ઉપયોગ કરી શકો છો. તમે તેના પર એફએમ પણ સાંભળી શકો છો. તે રોજબરોજની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખે છે. ડિવાઇસ ઇન-બિલ્ટ ફ્લેશલાઇટ, સ્ટોરેજ ક્ષમતા અને પ્રી-લોડેડ ગેમ્સ સાથે આવે છે. આ ફોન તેમના ફિચર ફોન સેગમેન્ટને મજબૂત બનાવે છે.