જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા જામનગર ગ્રામ્ય વિભાગ નાયબ પોલીસ અધિક્ષક કૃણાલ દેસાઇ પ્રોહી. જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નાબુદ કરવા અંગેની માર્ગદર્શન તથા સુચના આપેલ. આજ રોજ કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના થાણા અધિકારી પોલીસ ઇન્સ્પેકટર યુ.એચ.વસાવા તથા પોલીસ હેડ કોન્સ. સંદીપસિંહ રાજુભા જાડેજા તથા પો.કોન્સ. જીતેનભાઇ હરેશભાઇ પાગડાર તથા પો. કોન્સ. મહેશભાઇ મોહનભાઇ ચાવડા એ રીતેના સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી. જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ. મહેશભાઇ મોહનભાઇ ચાવડાને ખાનગી રાહે હકીકત મળેલ કે કાલાવડ તાલુકાના વીરવાવ ગામના પાદર પાસે પાણીના ટાંકાની બાજુમાં જાહેરમાં અમુક ઇસમો ગોળ કુંડાળુ વાળી ગંજીપતાના પાના વડે જુગાર રમી પૈસાની હારજીત કરે છે. જે હકીકત આધારે બાતમીવાળી જગ્યા ઉપર પંચો સાથે રેઇડ કરતા કુલ 04 ઇસમો જાહેરમાં તીનપતીનો જુગાર રમતા મળી કુલ મુદામાલ રૂા. 10,170 સાથે પકડાઇ જઇ ગુન્હો કરેલ હોય જેના વિરૂધ્ધ પો.કોન્સ. મહેશભાઇ મોહનભાઇ ચાવડાનાઓએ ફરીયાદ આપેલ છે અને આગળની તપાસ પો.હેડ. સંદિપસિંહ સજુભા જાડેજાનાઓ ચલાવી રહ્યા છે.