સમગ્ર રાજ્યમાં ‘ મેરી મીટ્ટી, મેરા દેશ ‘ કાર્યક્રમની જીલ્લા, તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જામનગર શહેરમાં ‘મેરી મીટ્ટી, મેરા દેશ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,જામનગરમાં ભાજપનાં ધારાસભ્ય અને શહેરનાં મેયર વચ્ચે જાહેરમાં બોલાચાલી થઈ. બંને મહિલા આગેવાન વચ્ચે શાબ્દિક ટપાટપીમાં સાંસદ વચ્ચે પડ્યાં તો તેમને પણ ધારાસભ્યએ ખુબ જ ખરીખોટી સંભળાવી દીધી હતી.
જામનગરમાં રિવાબા અને પૂનમ માડમ તેમજ મેયર વચ્ચેની બોલાચાલીની ઘટનાની પ્રદેશ અધ્યક્ષે નોંધ લીધી.,તેમજ સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની પ્રેસકોન્ફરન્સ યોજાઇ,જેમાં રિવાબા અને પૂનમ માડમની રકઝક વિશે તેમને પુછાતાં તેમણે જણાવ્યું કે તેઓ સમગ્ર મામલે તેઓ માહિતી મેળવી રહ્યા છે.
મહત્વનું છેકે ચપ્પલ ઉતારવા જેવી બાબતે સાંસદ પૂનમ માડમના નિવેદન બાદ રીવાબા જાડેજા સાંસદ પૂનમ માડમ અને મેયર બીનાબેન પર ગુસ્સે થયા હતા. જેનો વીડિયો વાયરલ થતાં સમગ્ર પ્રદેશના રાજકારણમાં આ અંગે ચર્ચા શરૂ થઇ હતી.