રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 6 મહિના થઈ ગયા છે અને પુતિને આ પ્રકારનું નિવેદન પહેલીવાર આપ્યું છે.
જોકે આ યુદ્ધમાં રશિયાને ઘણું નુકસાન થયું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર પશ્ચિમી દેશો પર જોરદાર નિશાન સાધ્યું છે. તેમણે આજે કહ્યું કે પશ્ચિમી દેશો એશિયા-પેસિફિક ક્ષેત્રમાં નાટો જેવી પ્રણાલીનો વિસ્તાર કરવા માંગે છે. એટલું જ નહીં તેમણે યુક્રેન સાથે ચાલી રહેલા સંઘર્ષ પર પણ વાત કરી અને અમેરિકાની દખલગીરી પર પણ નિશાન સાધ્યું. તાઇવાનનો પણ ઉલ્લેખ કર્યો.
‘યુક્રેનમાં સંઘર્ષને લંબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અમેરિકા’
હકીકતમાં એક અહેવાલ અનુસાર, મોસ્કો ઇન્ટરનેશનલ સિક્યુરિટી કોન્ફરન્સમાં સ્વાગત સંબોધન કરતી વખતે, પુતિને કહ્યું કે પશ્ચિમી દેશો એશિયા-પેસિફિક ક્ષેત્રમાં “નાટો જેવી સિસ્ટમ” વિસ્તારવા માંગે છે. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકા યુક્રેનમાં સંઘર્ષને લંબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પુતિને એમ પણ કહ્યું હતું કે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેલોસીની આ મહિનાની શરૂઆતમાં તાઇવાનની મુલાકાત સંપૂર્ણપણે આયોજનબદ્ધ અને ઉશ્કેરણીજનક હતી.
‘સાથી દેશોને આધુનિક શસ્ત્રોથી સજ્જ કરીશું’
આ કોન્ફરન્સમાં બોલતા પુતિને એવી પણ જાહેરાત કરી છે કે તેઓ લેટિન અમેરિકા, એશિયા અને આફ્રિકા સહિતના સાથી દેશોને આધુનિક શસ્ત્રોથી સજ્જ કરશે. પુતિને કહ્યું છે કે તેમનો દેશ પોતાના સાથીઓના મહત્વને સમજે છે અને તેથી જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. પુતિને પોતાના ભાષણની મદદથી દુનિયાને એવો સંદેશ પણ આપ્યો કે તેમના દેશ પાસે અદ્યતન હથિયારોની કોઈ કમી નથી.
પુતિને આ તમામ મુદ્દાઓ પર એવા સમયે પોતાની વાત કરી છે જ્યારે યુક્રેન સાથે યુદ્ધ ચાલુ છે, જ્યારે ચીન અને તાઈવાન વચ્ચે તણાવ ચાલુ છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 6 મહિના થઈ ગયા છે અને પુતિને આ પ્રકારનું નિવેદન પહેલીવાર આપ્યું છે. જોકે આ યુદ્ધમાં રશિયાને ઘણું નુકસાન થયું છે.
અગાઉ, પુતિને કહ્યું હતું કે તેમના દેશે ઉત્તર કોરિયા સાથે વ્યાપક અને રચનાત્મક દ્વિપક્ષીય સંબંધોને વિસ્તારવાનો સંકલ્પ કર્યો છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનને લખેલા પત્રમાં પુતિને કહ્યું કે રચનાત્મક દ્વિપક્ષીય સંબંધોને વધારવાના પગલાં બંને દેશોના હિતમાં હશે. તેના જવાબમાં કિમ જોંગ ઉને પણ કહ્યું કે તેમની મિત્રતા વધુ મજબૂત થશે.