સુરતમાં દિલ્હી જેવો ભયાનક અકસ્માત સર્જાયો હતો. ગત 18 તારીખના રોજ બારડોલી કડોદરા રાજ્ય ધોરી માર્ગ પર અકસ્માત ની ઘટના બની હતી. બારડોલી થી સુરત જઈ રહેલા દંપતી સાગર પાટીલ અને અશ્વિની પાટીલને એક અજાણ્યા કાર ચાલકને અડફેટે લીધા હતા. અકસ્માતમાં મહિલા બેભાન થઈ ગઈ હતી. જેથી સ્થાનિકોએ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી. પરંતું મહિલાએ ભાનમાં આવતા પોતાના પતિની શોધખોળ હાથ ધરી હતી.
અકસ્માત બાદ પતિ સાગર પાટીલ ગાયબ હતો. આ સમગ્ર મામલો પોલીસ મથક પહોંચ્યો હતો. જ્યાં કડોદરા પોલીસ ગુમ થયેલા સાગર પાટીલની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ બે દિવસ બાદ સાગરનો મૃતદેહ મળી આવતા ચોંકાવનારો ખુલાસો થયો. સામે આવ્યું કે, ટક્કર બાદ કાર ચાલક યુવકને 12 કિમી ઢસડીને લઈ ગયો હતો. યુવકને 12 કિ.મી. ઢસડનાર લકઝુરિયર્સ કારનો ચોંકાવનારો વીડિયો પણ સામે આવ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં તાજેતરમાં જ એક યુવતીને ઢસેડીને તેની હત્યા કરવાની ઘટના હજુ ભુલાઈ નથી, એવામાં સુરતમાં આ પ્રકારની ઘટના બની છે.
જેમાં બાઈકને ટક્કર મારી કારે 12 કિ.મી સુધી યુવકને ઢસડતા યુવકનું કરૂણ મોત નીપજ્યું છે. સુરતના સારોલી નજીકથી પોલીસે કાર કબ્જે કરી છે. બાઈક પર જતા દંપતીને કારે પાછળથી મારી ટક્કર આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના લિંબાયત નીલગીરી સર્કલ પાસે રહેતા 24 વર્ષીય સાગર પાટીલ અને તેમની પત્ની અશ્વિની પાટીલ બાઈક પર બગુમરા ગામેથી સુરત ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન 18મી જાન્યુઆરીએ રાત્રે 10 વાગ્યે પલાસાણા તાલુકાના તાંતિથૈયા ગામની સીમમાં પાછળથી કાર ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
મોટી વાત એ છે કે કારચાલકે દંપતીને 12 કિમી સુધી ઢસડ્યા હતા. કાર નીચે કચડાઇ જતા બાઇકસવાર યુવકનું કરૂણ મોત નિપજ્યું છે તો મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ હતી. જે પછી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે અન્ય કારચાલકે પોલીસને બેફામ બનેલા કારચાલકનો વીડિયો આપ્યો હતો. પોલીસે ઘટનાની ગંભીરતા જોતા કારના નંબરના આધારે કાર્યવાહી કરી છે અને કારચાલકને ઝડપી લીધો છે. અકસ્માત બાદ સાગર પાટીલના પત્ની રોડ પર પડી ગયા હતા, જ્યારે તેઓ કારની બોડીમાં ફસાઈ ગયા હતા. હિટ એન્ડ રન કરનાર કારચાલકે અંદાજે 12 કિ.મી. સુધી સાગર પાટીલને ઢસડ્યા હતા.
જેથી તેમનું પ્રાણપંખેરૂ તો તે સમયે જ ઉડી જ ગયું હતું. પરંતુ કરુણતા એ છે કે તેમનો દેહ પણ ક્ષતવિક્ષત થઈ ગયો હતો. જોકે, ઘટના બન્યા બાદ મૃતક સાગર પાટીલની પત્ની અશ્વિની પાટીલને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. હોસ્પિટલમાં છેલ્લા ચાર દિવસથી અશ્વિની પાટીલની સારવાર ચાલી રહી છે. બીજી તરફ અકસ્માત ની ઘટના ના દિવસે અકસ્માત સર્જાયાના એક કલાક બાદ કામરેજ પોલીસ મથકને કામરેજના કોસમાડા ગામના પાટિયા પાસે રોડ પર એક મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળી હતી. કામરેજ પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી મૃતદેહ કોનો છે અને શું ઘટના બની છે તેની તપાસ હાથ ધરી હતી. જોકે મૃતદેહનો કોઈ વાલીવારસ નહિ મળતા કામરેજ પોલીસે મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં ખસેડાયો હતો.