કોંગ્રેસના કાર્યકરોએ માર્ગ-મકાન વિભાગના મંત્રી અને ઇજનેરના પૂતળાને ગધેડા સવારી કરાવી.

કોંગ્રેસના કાર્યકરોએ માર્ગ-મકાન વિભાગના મંત્રી અને ઇજનેરના પૂતળાને ગધેડા સવારી કરાવી.

જિલ્લા પ્રભારી પૂર્ણૅશ મોદી હોવા છતાં ભરૂચના માર્ગો અત્યંત બિસ્માર હોવાને શરમજનક ગણાવાયું
વાહન ચાલકોને ભોગવવી પડતી મહા મુસીબતને લઈ મંગળવારે કોંગ્રેસે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
જિલ્લામાં રસ્તાઓનું સમારકામ કરવા પ્રબળ માંગ કરવામાં આવી
ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા મંગળવારે માર્ગ અને મકાન મંત્રી તેમજ R & B કાર્યપાલક ઇજનેરના પૂતળાને ગદર્ભ ઉપર બેસાડી ખાડામાં ગયેલા રસ્તાઓ મુદ્દે શહેરમાં યાત્રા કાઢી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ભરૂચ શહેર અને જિલ્લાના તમામ માર્ગો ખાડામાં ગયા હોય પ્રજા તેમજ વાહન ચાલકોને ભોગવવી પડતી મહા મુસીબતને લઈ મંગળવારે કોંગ્રેસે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ભરૂચ માર્ગ અને મકાન વિભાગની કચેરીનો ઘેરાવો કરી જિલ્લા કોંગ્રેસ તેમજ યુથ કોંગ્રેસે ભારે સુત્રોચ્ચારો કર્યા હતા. ખાડામાં ભરૂચ કે ભરૂચમાં ખાડા, રસ્તાઓમાં ભ્રષ્ટાચાર સહિતની નારે બાજી કોંગી આગેવાનોએ કરી હતી.
આટલેથી કોંગ્રેસે નહીં અટકી જિલ્લા પ્રભારી એવા રાજ્યના માર્ગ તેમજ મકાન મંત્રી પૂર્ણૅશ મોદી તેમજ કાર્યપાલક ઈજનેરનું પૂતળું બનાવી તેને બે ગદર્ભ ઉપર બેસાડી શહેરમાં ફેરવવામાં આવ્યા હતા.
સરકાર દ્વારા તાત્કાલિક અસરથી ભરૂચ શહેર અને જિલ્લામાં રસ્તાઓનું સમારકામ કરવા પ્રબળ માંગ કરવામાં આવી છે. જો નજીકના દિવસોમાં રસ્તાઓનું રીપેરીંગ નહિ થાય તો ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસે હજી જલદ કાર્યકમ આપવાની ચીમકી આપી છે.
કોંગ્રેસની મંત્રી અને કાર્યપાલક ઇજનેરના પૂતળાને ગદર્ભ ઉપર બેસાડી કાઢવામાં આવેલી યાત્રામાં જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, યુથ પ્રમુખ શકીલ અકુજી, શહેર પ્રમુખ વિક્કી શોખી, શેરખાન પઠાણ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. એ ડિવિઝન પોલીસે વિરોધ નોંધાવી રહેલા આગેવાનોની અટકાયત પણ કરી હતી.