અયોધ્યાનું આ સ્થળ બન્યું ‘સેલ્ફી સ્પોટ’, લતા મંગેશ્કરની 93મી જન્મજયંતિએ તૈયાર કરાયો હતો ભવ્ય ચોક

પ્રવાસીઓ માટે અયોધ્યા ફરવાનાં સ્થળ તરીકે પહેલેથી જ એક આકર્ષણનું કેન્દ્ર બનીને બેઠુ છે ત્યારે અહીં સ્થિત વધુ એક સ્થળે પ્રવાસીઓ સાથે સ્થાનિક લોકોનું પણ ધ્યાન ખેંચ્યું છે. આ સ્થળ અયોધ્યાની એકદમ મધ્યમાં આવેલ છે. આ સ્થળ એટલે ‘લતા મંગેશકર ચોક’. ઘણા સ્થાનિક લોકો અને પ્રવાસીઓ માટે હવે તે એક સેલ્ફી સ્પોટ બની ગયો છે. પ્રવાસીઓ સાથે સ્થાનિક લોકો પણ રજાનાં દિવસોમાં અહીં આવીને સેલ્ફી લે છે.

પ્રધાનમંત્રીએ આ ચોકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું.

img 28 1671368209

ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા મહાન ગાયિકા દિવંગત લતા મંગેશ્કરની 93મી જન્મજયંતિ નિમિત્તે તેઓને સન્માનિત કરવા માટે બાંધવામાં આવ્યો હતો. આ ચોકનું 28 સપ્ટેમ્બરનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ‘આ ચોક રામ મંદિરની સાથે-સાથે અયોધ્યામાં શું-શું વિકસિત કરવા જઈ રહ્યું છે તેની ભવ્યતાને પ્રતિબિંબિત કરે છે. તે લતા મંગેશકરજીને પણ આટલી મોટી શ્રદ્ધાંજલિ છે. ઊનાથી મધ્યપ્રદેશ આવેલ એક પ્રવાસી મહેન્દ્ર રાણાએ જણાવ્યું હતું કે, ‘અમે બધા આ ચોકને જોઈને ખરેખર ખુશીની લાગણી અનુભવીએ છીએ.’

આ ચોકમાં 40 ફૂટ લાંબી અને 14 ટન વજન ધરાવતી વીણા આકર્ષણનું કેન્દ્ર છે

2 1671368116 2

ફૈઝાબાદ તરફ જતાં રસ્તા પર સ્થિત આ ચોક એક તરફ સરયૂ ઘાટ (નયા ઘાટ)ને જોડે છે અને બીજી તરફ નિર્માણાધીન રામ મંદિરનાં સ્થળ તરફ દોરી જતાં રામ માર્ગને જોડે છે. અહીં એ બાબત નોંધનીય છે કે, મોટાભાગના મુલાકાતીઓ શહેરની સફર મંદિરની યાત્રાથી શરૂ કરે છે. 21 વર્ષીય કોલેજનાં વિદ્યાર્થી અજિત પાંડે જ્યારે 14 ટન વજન ધરાવતી અને 40 ફૂટ લાંબી વીણા પાસે તેના મિત્રનો ફોટો ક્લિક કરતાં હતા ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, ‘હું અયોધ્યાનો છું, અમે આ ચોકને ‘નયા ઘાટ ચોક’ તરીકે ઓળખીએ છીએ. મને એ જોવું ખૂબ જ ગમે છે કે, હવે તે વિકસિત થયું છે. અમે આ રસ્તા પરથી જ્યારે નીકળીએ ત્યારે ઘણીવાર અહીં રોકાઈએ છીએ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ માટે ફોટોસ લઈએ છીએ.’
‘સેલ્ફી સ્પોટ’ બન્યો આ ચોક
લતા મંગેશકરનાં અવાજમાં રામભજનો લૂપમાં સ્પીકરો પર વગાડવામાં આવે છે. કેટલાક લોકો આ ચોકની બહારની સીમા પર ઉભા રહે છે, જ્યારે અન્ય લોકો તેમની આગળની મુસાફરી માટે જતાં પહેલાં સેલ્ફી લેવા માટે અંદરથી પસાર થાય છે. ઝાંસીનાં રહેવાસી અભિષેક પાલસિંહે તેના પરિવારના સભ્યો સાથે અહી થોડો સમય પસાર કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, ‘અમે ચાર વર્ષ પછી અયોધ્યા આવ્યા છીએ. આ ચોક એક અદ્દભૂત પરિવર્તન છે. છેલ્લી વખત આ જગ્યા ટ્રાફિકથી ગૂંગળાઈ ગઈ હતી. અહીં કેટલીક ફોટોસ લીધા પછી, અમે રામ મંદિરની મુલાકાત લઈશું અને સાંજે સરયુ ઘાટ પર આરતીમાં ભાગ લઈશું.’
લતા મંગેશકરનાં 92 વર્ષનાં લાંબા આયુષ્યનાં પ્રતીક છે આ ચોક
લાલ રેતીનાં પથ્થરોથી બાંધવામાં આવેલ લતા મંગેશકર ચોકની મધ્યમાં એક વિશાળ વીણા ઊભી છે, જે જોનારાઓની જિજ્ઞાસાને આમંત્રણ આપે છે. આ સંગીત વાદ્ય ભારતીય શાસ્ત્રીય સંગીતમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે અને તે દેવી સરસ્વતીનાં સાધન તરીકે ઓળખાય છે. અહીં ચોકની અંદરની તરફ 92 સફેદ આરસપહાણના કમળ છે, જે લતા મંગેશકરનાં 92 વર્ષનાં લાંબા આયુષ્યનાં પ્રતીક છે.