શ્રી કષ્ટભંજન દેવ ના આજ દર્શન – 20 જૂન 2022 – સોમવાર
પરમ કૃપાળુ પરમેશ્વર શ્રી કષ્ટભંજન દેવ અપને તથા આપના પરિવાર ને સદા સુખી રાખે તેવી પ્રભુ ને પ્રાર્થના કરશો તથા આપના પરિવાર તથા મિત્રો પ્રભુ ના દર્શન કરી શકે તે માટે પોસ્ટ ને લાઈક તથા શેર કરશો
શું આપ જાણો છો સાળંગપુર ધામ વિશે ?
શ્રી કષ્ટભંજન દેવ મંદિર ની સ્થાપના સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી દ્વારા વિક્રમ સંવત 1905 માં થઇ હતી તથા અહીં સાક્ષાત હનુમાનજી બિરાજમાન છે એવું માનવામાં આવે છે.
મંદિર ની સ્થાપના વખતે સ્વામી ગોપાળાનંદ દ્વારા મૂર્તિ ને એક છડી થી સ્પર્શ કરવામાં આવતા મૂર્તિ હલવા લાગી હતી જેને હનુમાનજી નો સાક્ષાત્કાર માનવામાં આવે છે.
પ્રાચીન કાલ માં શનિદેવ નો પ્રકોપ હતો ત્યારે ભક્તો એ હનુમાજી ને તેના નિવારણ માટે પ્રાર્થના કરવામાં આવી, ત્યારે બજરંગબલી એ શનિ દેવ ને મારવાનો નિર્ણય કર્યો.
હનુમાનજી થી બચવા માટે શનિદેવ એ સ્ત્રી નું રૂપ ધારણ કર્યું હતું કેમ કે હનુમાનજી બ્રહ્મચારી હતા અને તે સ્ત્રી ને સ્પર્શ કરી શકે તેમ ના હતા.
શનિ દેવ ના પ્રકોપ થી લોકો ને મુક્તિ આપવા માટે ભગવાન શ્રી રામ એ હનુમાનજી ને નિર્દેશ કર્યો અને હનુમાનજી એ પોતાના પગ નીચે શનિદેવ ને રાખી ને તેમનું દમન કર્યું.
સારંગપુર મંદિર માં હનુમાનજી ના પગ નીચે આપ શનિદેવ નું સ્ત્રી રૂપ માં દમણ થતા જોઈ શકો છો.
માનવામાં આવે છે છે હનુમાનજી ના આ રૂપ થી જ શનિદેવ નું દમન કરવામાં આવ્યું હતું એટલે હાલમાં પણ આ મંદિર માં થતી આરતી થી શનિ ના તમામ પ્રકાર ના પ્રકોપ દૂર થાય છે.
પવનપુત્ર હનુમાનજી આજે પણ લોકો ના કષ્ટ નું હરણ કરે છે એટલે જ તો એમને કષ્ટભંજન દેવ તરીકે ઓળખાય છે
કષ્ટભંજન દેવ ના આજ ના દુર થી દર્શન.
(image source: sarangpurhanumaji.org)
અમે તમારા માટે ડેઇલી દર્શન ના ફોટો લાવતા રહીશું આ માટે પોસ્ટ ને લાઈક તથા શેર કરવાનું ભૂલશો નહિ
તમે આ લેખ માય ગુજરાત ન્યૂઝ ના માધ્યમથી વાંચી રહ્યા છો.
માય ગુજરાત ન્યૂઝ તરફ થી આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર, જો તમને આ લેખ ગમ્યો હોય, તો આ લેખને લાઈક કરો તથા વધુમાં વધુ શેર કરો
નોંધ: આ લેખ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.