હાલમાં શરીર સબંધને લઈને ખુબ જ ચર્ચા વિચારના કોર્ટ દ્વારા થઇ રહી છે,લગ્ન જીવનમાં બળજબરીથી શારીરિક સંબંધોને રેપ ગણવા કે નહીં તે મુદ્દો હાલમાં સુપ્રીમ કોર્ટમાં છે, સુપ્રીમે આ મુદ્દે સરકાર પાસેથી જવાબ પણ માગ્યો છે.
દીપક ગુપ્તાએ કહ્યું કે સ્ત્રીઓને સેક્સની ના પાડવાનો પૂરે પૂરો અધિકાર છે. સેક્સની પતિને ના કહેવાનો પણ તેને અધિકાર છે. … તમે પતિ-પત્ની છો એટલે કંઈ પતિને તેની ઈચ્છા વિરૃદ્ધ શારીરિક સંબંધો બાંધવાનો અધિકાર નથી મળી જતો.
કલમ 375 મુજબ બળાત્કારમાં સંમતિ વગર મહિલા સાથે યૌન સંબંધ બનાવવા સાથે જોડાયેલા તમામ પ્રકારના યૌન શોષણનો સમાવેશ થાય છે. જો કે, કલમ 375ના અપવાદ 2 હેઠળ, 15 વર્ષથી વધુ વયના પતિ અને પત્ની વચ્ચે જાતીય સંભોગ એ “બળાત્કાર” નથી અને તેથી આવા કૃત્યો સામે કાયદેસરની કાર્યવાહી થતી અટકાવે છે.
વૈવાહિક રેપના મામલે સુપ્રીમમાં હાલમાં ઢગલાબંધ અરજીઓ પેન્ડીંગ છે જેમાં એક વ્યક્તિને તેની પત્ની પર બળાત્કાર ગુજારવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવાની મંજૂરી આપતા કેસનો સમાવેશ થાય છે.
બળાત્કાર એ બળાત્કાર છે, પછી ભલે તે કોઈ પુરુષ દ્વારા કરવામાં આવે કે ‘પતિ’ દ્વારા કરવામાં આવે.,તેથી આ બાબતે સ્ત્રીઓ પણ કોર્ટના દરવાજા ખખડાવી શકે છે.