વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે રમત જગતને લઇને એક મોટી જાહેરાત કરી છે. એલન મસ્કે એક ઇંગ્લિશ ફૂટબોલ ક્લબને ખરીદવાનું મન બનાવ્યુ છે, જેની જાહેરાત પણ તેને સોશિયલ મીડિયા દ્વારા કરી દીધી છે.
એલન મસ્કે સોશિયલ મીડિયા પર કેટલીક રાજકીય ટ્વિટ્સ કરી છે. આ યાદીમાં તેને એક ટ્વીટ કરતા એવી પણ જાહેરાત કરી દીધી કે તે ઇંગ્લેન્ડની ફૂટબોલ ક્લબ મેનચેસ્ટર યૂનાઇટેડને ખરીદી રહ્યો છે. પોર્ટુગલનો સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ આ ક્લબમાંથી રમે છે.
એલન મસ્કે કર્યુ ટ્વીટ
જોકે, એલન મસ્કે ક્લબને ખરીદવા સબંધી કોઇ વિસ્તૃત જાણકારી આપી નથી. એલન મસ્કે એક ટ્વીટ કર્યુ, જેમાં તેને લખ્યુ, આ સ્પષ્ટ કરી દઉં કે હું રિપબ્લિકન પાર્ટી અને ડેમોક્રેટિક પાર્ટીનો બરાબર સપોર્ટ કરૂ છુ.
તે બાદ એલન મસ્કે આ યાદીમાં બીજી ટ્વીટ કરતા લખ્યુ- આ સિવાય હું મેનચેસ્ટર યૂનાઇટેડને ખરીદવા જઇ રહ્યો છું, તમારૂ સ્વાગત છે. મસ્કની આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર કેટલાક રિએક્શન આવવા લાગ્યા હતા.
ફૂટબોલ ક્લબે કોઇ નિવેદન નથી આપ્યુ
મહત્વપૂર્ણ છે કે એલન મસ્કને વિવાદાસ્પદ અને ટ્રેડમાં બન્યા રહેવા માટે ટ્વીટ કરવા માટે ઓળખવામાં આવે છે. આ વખતે પણ તેને કેટલાક એવા ટ્વીટ કર્યા જે ટ્રેડમાં આવી ગયા હતા. પોતાની ટ્વીટમાં એલન મસ્કે કોઇ સ્પષ્ટિકરણ આપ્યુ નથી કે તે મેનચેસ્ટર યૂનાઇટેડને સુરક્ષિત કરવા માટે ખરીદી રહ્યો છે કે બીજુ કોઇ કારણ છે.
ઇંગ્લિશ ફૂટબોલ ક્લબ મેનચેસ્ટર યૂનાઇટેડ આ સમયે અમેરિકન ગ્લેજર ફેમિલીના કંટ્રોલમાં છે. એલન મસ્કના આ ટ્વીટ બાદ ગ્લેજર ફેમિલીનું અત્યાર સુધી કોઇ રિએક્શન સામે આવ્યુ નથી.બીજી તરફ એલન મસ્કે પણ આ ટ્વીટ બાદ તેને લઇને બીજુ કોઇ નિવેદન આપ્યુ નથી અને ના તો કોઇ ટ્વીટ કર્યુ છે. મેનચેસ્ટર યૂનાઇટેડ તરફથી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ રમે છે.