દિવસે ને દિવસે સોનાના ભાવમાં વધારો થઇ રહ્યો છે,જે લોકોનો ખુબ જ ચિંતાનો વિષય બન્યો છે,ગયા શુક્રવાર થી સતત છેલ્લા ટ્રેડિંગ દિવસે સોમવારે સોનું સસ્તું થયું હતું. જોકે, ચાંદીના ભાવમાં તેજીનો દોર ચાલુ રહ્યો હતો.
મળતી માહિતી મુજબ,આજે રાજકોટ અને અમદાવાદ સોની બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદીનો ભાવ અત્યારે 74 હજાર 500 પર પહોંચ્યો છે. સોનાનો ભાવ અત્યારે 63 હજાર છે.
બુધવારે 24 કેરેટ સોનું 64,395 રૂપિયા, 22 કેરેટ રૂપિયા 57,790, 18 કેરેટ રૂપિયા 47,280 અને 14 કેરેટ રૂપિયા 33929 પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે.વેલેન્ટાઈન ડે નજીક આવી રહ્યો છે.એટલે સૌ કોઈ પોતાના વેલેન્ટાઈનને ખુશ કરવા માટે ગીફ્ટની ખરીદી કરી રહ્યાં છે. એવામાં જો તમે તમારા વેલેન્ટાઈનને સોનાની વસ્તુ આપવા માંગતા હોય તો અત્યારે સોનું ખરીદવાનો સોનેરી અવસર છે.
સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. ‘BIS Care app’ મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકાય છે, આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.