100 બાઈક આવી આગની ચપેટમાં: સંતરામપુરમાં હોંડાના શો રૂમમાં ભીષણ આગ, 1.5 કરોડનું નુકસાન

મહિસાગરના સંતરામપુર ખાતે આવેલ હોંડા કંપનીના બાઈકના શો-રૂમમાં અગમ્ય કારણોસર આગ લાગતા શો-રૂમમાં રહેલ સામગ્રી બળીને ખાખ થઈ જવા પામ્યા હતા. ત્યારે આગ લાગ્યાની જાણ ફાયર ફાઈટરને થતા ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી.

આગ લાગ્યાની જાણ સ્થાનિકોને થતા સ્થાનિકો દ્વારા આગ બુજાવવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે આ બાબતે ફાયર બ્રિગ્રેડને જાણ કરતા તાબડતોબ ફાયર ફાઈટર દોડી આવ્યું હતું. આગ લાગવાનું કારણ હજું જાણવા મળ્યું નથી. શો-રૂમના માલિકના જણાવ્યા મુજબ શો-રૂમની અંદર 100 જેટલી બાઈક હતી અને અન્ય સ્પેરપાર્ટસ મળી રૂપિયા દોઢ કરોડનું નુંકશાન થયાની આશંકા છે. સંતરામપુર શહેરમાં આવેલા કોલેજ રોડ પરના ગાંધી હોંડા બાઈકના શો રૂમમાં અગમ્ય કારણોસર ભીષણ આગની ઘટના બની છે.

એકા એક શો રૂમમાં આગ ભભૂકતા 100 જેટલા બાઇકો બળીને ખાખ થયા છે. આગ એટલી ભયંકર હતી કે, જોત જોતામાં જ આગે આખા શો રૂમને ચપેટમાં લઈ લીધો હતો. બાઇકો બધી ભડ ભડ સળગવા લાગી હતી. આગ લાગ્યાની જાણ સ્થાનિકોને થતા સ્થાનિકો દ્વારા આગ બુજાવવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે આ બાબતે ફાયર બ્રિગ્રેડને જાણ કરતા તાબડતોબ ફાયર ફાઈટર દોડી આવ્યું હતું. આગ લાગવાનું કારણ હજું જાણવા મળ્યું નથી. શો-રૂમના માલિકના જણાવ્યા મુજબ શો-રૂમની અંદર 100 જેટલી બાઈક હતી અને અન્ય સ્પેરપાર્ટસ મળી રૂપિયા દોઢ કરોડનું નુંકશાન થયાની આશંકા છે. સમગ્ર ઘટના બનતા સ્થાનિકો દ્વારા આગ બુજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જોકે લુણાવાડા ફાયર ટીમને જાણ કરાતા ટીમ ઘટનાસ્થળે તાબડતોડ દોડી આવી હતી. સમગ્ર આગની ઘટના અંગેનું કારણ અકબંધ છે. ત્યારે આગના બનાવની જાણ થતાં લોક ટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા છે. આગ કયા કારણોસર લાગી અને આગના બનાવમાં કેટલું નુકસાન તે જાણી શકાયું નથી. પરંતુ શો રૂમના માલિકના જણાવ્યા પ્રમાણે શો રૂમની અંદર 100 જેટલી બાઇક હતી અને અન્ય સ્પેરપાર્ટસ્ મળી 1થી દોઢ કરોડના નુકસાનની આશંકા લગાવવામાં આવી રહી છે.