સુરતના પુણામાં ધોળા દિવસે ભરચક ટ્રાફિક સાથેના વિસ્તારમાંથી મંડપના કાપડના વેપારી સાથે 11.70 લાખ રૂપિયા ભરેલી બેગ ચોરી થઈ હોવાની ઘટના બનવા પામી છે. વેપારી અને તેના પુત્રની નજર ચૂકવી તેને વાતમાં રાખી કારમાં મૂકેલી બેગ અજાણ્યા ગઠિયાઓ સેરવી ફરાર થઈ ગયા છે. ગાડીમાંથી ઓઇલ પડતું હોવાનું કહી વેપારીને ગાડીમાંથી ઉતાર્યા હતા અને ત્યારબાદ પાછળથી એક ગઠિયો આવી કારમાં મૂકેલી બેગ લઈ બાઈક પર ફરાર થઈ ગયો હતો.
આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પોલીસે વેપારીની ફરિયાદને આધારે ગુનો નોંધી તમામ ગઠિયાઓને પકડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે. સુરત શહેરમાં ફરીથી એક વખત અસામાજિક તત્વો અને ચોર ટોળકી સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે. ચોર ટોળકીમાં ચાર જેટલા ઇસમો નજરે પડતા દેખાય છે.જ્યારે વેપારી કારમાં બેસવા જાય તે દરમ્યાન બેગ જોવે તો કારમાં બેગ હોતી નથી આજુબાજુ ચેક કરે ત્યારે ખ્યાલ આવ્યો કે કોઈ 11 લાખ 70 હજાર રોકડ રૂપિયા ભરેલી બેગ ચીટર ટોળકી ઉઠાંતરી કરી ફરાર થઇ ગયા બાદમાં કાપડ વેપારી દ્વારા પોલીસ ફરિયાદ કરતા પુણાગામ પોલીસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા તપાસ શરૂ કરી હતી તે દરમિયાન નજીકમાં લાગેલા એક સીસીટીવી ની અંદર આખી ઘટના કેદ થઈ ગઈ હતી.
સુરતના આ કાપડ વેપારી 10 મિનિટ પોતાના કામ અર્થે ગયા અને લાખનો ચૂનો લાગી ગયો. સીસીટીવીની વાત કરીએ તો સૌ પ્રથમ બે વ્યક્તિઓ કારની આજુબાજુ આટા ફેરા મારતા નજરે પડે છે અને બાદમાં જ્યારે વેપારી આગળ ઓઇલ ક્યાં ઢોળાયું છે તે જોવા જતા જ પાછળના ભાગેથી એક વ્યક્તિ બે ચોરી છુપી લઇ અને રોંગ સાઈડમાં આવેલા એક બીજા વ્યક્તિ બાઈક ઉપર જે બાઈકમાં બેસીને ફરાર થઈ જતા નજરે પડી રહ્યા છે હાલમાં તો પોલીસે સીસીટીવીના આધારે આ ટોળકીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સુરેશભાઈ અને તેમના પિતા અધરસ્તે પર્વત પાટિયા કબૂતર સર્કલ પાસે ઊભા રહ્યા હતા. દુકાનના કામ માટે તેઓ સ્ટેશનરી લેવા ઊભા હતા અને તેઓએ ત્યાં કાર પાર્ક કરી હતી. દરમિયાન સુરેશભાઈ કારમાં બેઠા હતા જ્યારે તેઓના પિતા સ્ટેશનરી લેવા ગયા હતા.
આ સમયે એક બાદ એક એમ બે 20થી 22 વર્ષના યુવકોએ ગાડીના બોનેટ સામે ઈશારો કર્યો હતો. પરંતુ સુરેશભાઈએ ધ્યાન આપ્યું ન હતું. અને તેમના આ ઈશારાના ઇરાદાઓને તેઓ સમજી શક્યા ન હતા. સુરેશભાઈના પિતાજી સ્ટેશનરી લઈને આવ્યા હતા અને તેઓએ સ્ટેશનરી ગાડીમાં મૂકી હતી તે સમયે એક ત્રીજા ઇસમે સુરેશભાઈના પિતાને બોનેટ પર ઓઈલ પડ્યું હોવાની વાત કરી હતી. જેથી સુરેશભાઈના પિતાએ બોનેટ ચેક કરવાનું કહેતા તેઓ ગાડીમાંથી ઊતરી ચેક કર્યું હતું. જ્યાં બોનેટના નીચેના ભાગે ઓઈલ પડેલું હતું. જેથી તેઓએ ગાડીના આગળનું બોનેટ ખોલીને ચેક કર્યું હતું. જેમાં ગાડીમાંથી ઓઈલ પડતું ન હતું અને તેઓએ બોનેટ બંધ કર્યું હતું. જેથી તેઓના પિતાને શંકા જતા તેઓએ ગાડીમાં રહેલી બેગ ચેક કરવાનું કહેતા સુરેશભાઈએ જોયું તો ગાડીમાં 11.70 લાખ રૂપિયા ભરેલી બેગ ન હતી. જેથી તેઓ ચોંકી ઊઠ્યા હતા અને આ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી.