13 વર્ષના ટેણિયામાં ગજબનું છે ટેલેન્ટ, વગાડે છે સાત-સાત સંગીતના વાદ્યો, જુઓ

જામનગરમાં રહેતો 13 વર્ષનો ભવ્ય ફેમસ છે અલગ-અલગ વાદ્યો વગાડવામાં જાણો કેવી રીતે છોટે એ.આર. રહેમાન તરીકે ફેમસ છે. અપને જાણ્યે છીએ કે કોઈ વ્યક્તિ કોઈ એક કે બે સંગીત વાદ્ય વગાડી શકે છે પરંતુ જામનગરમાં રહેતો ભવ્ય અલગ અલગ સાત પ્રકારના મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી શકે છે.સાત ઇન્સ્ટ્રુમેન્ટ વાડે છે વિવિધ સાત પ્રકારના સંગીતના વાધ્યો વગાડનાર ભવ્ય જામનગરની ભાગોળે આવેલી સંસ્કારધામ સોસાયટીમાં રહે છે.

ભવ્યનું કહેવું છે કે જયારે તે પાંચ વર્ષનો હતો ત્યારથી જ તેને સંગીત પ્રત્યે રુચિ હતી.  ભવ્યના પિતા રાજભાઈ કુબાવત જામનગરના સુપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરમાં 24 કલાક અખંડ રામધૂન ચાલે છે ત્યાં ઢોલક વગાડે છે. ભવ્ય નાનપણ થી જ પિતાની સાથે મંદિરે જતો. પિતાને ઢોલક વગાડતાં જોઈને ભવ્યે પણ ઢોલક વગાડવાનું શરુ કર્યું, તેથી પિતાને લાગ્યું કે ભવ્યને સંગીત પ્રત્યે લગાવ વધુ છે ત્યારે તેઓએ અલગ-અલગ સંગીતના વાધ્યો વગાડતાં ગુરુઓ પાસે તાલીમ અપાવવાનું શરુ કર્યું. ધીમે ધીમે કરીને ભવ્ય ઢોલ, ઢોલક, તબલા, મૃદન્ક, ઓકટોપેડ, ડ્રમ સહીત સાત વધ્યો વગાડવા નિપુર્ણ થઇ ગયો. કહેવાય છે કે સંગીતની મદદથી જ ભગવાન સુધી પહોંચી શકાય છે.

એટલું જ઼ નહીં જીવનમાં કોઈપણ એક વાદ્ય વગાડતાં તો આવડવું જ઼ જોઈએ. સંગીત ખાસ ભગવાનનો આશીર્વાદ માનવામાં આવે છે. આપણા દેશમાં મ્યુઝિક કંપોઝરની વાત આવે એટલે સૌથી ઉપર એ.આર. રહેમાનનું નામ આવે છે.  ભવ્યના માતા ભારતીબેન જે એક શિક્ષક છે, અને પિતા ST વિભાગમાં નોકરી કરે છે. ભવ્યની માતાનું કહેવું છે કે ભવ્યનો સંગીત પ્રત્યેનો લગાવ જોઈને અમે તેને બનતી બધી જ મદદ કરી રહ્યા છીએ, આ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદવા પાછળ અત્યાર સુધીમાં અમે અંદાજે પાંચ લાખ સુધીનો ખર્ચ કર્યો છે. એટલું જ નહીં વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટની તાલીમ માટે દર મહિને 8થી 9 હજાર રૂપિયાનો ખર્ચ કરી રહ્યા છીએ. જો કે ભવ્યનો મ્યુઝિક પાછળનો લગાવ જોઈને અમને સારુ લાગે છે અને ભવિષ્યમાં સારો મ્યુઝિક કંપોઝર બનશે એવો અમને વિશ્વાસ છે.