અમદાવાદ(Amadavad):હિમાચલના મનાલીમાં વરસાદનો 52 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે, કુલ 1300 રસ્તા ભારે વરસાદને કારણે પ્રભાવિત થયા છે.
ગુજરાતથી 14 યુવાન મનાલીથી ત્રિલોકનાથ સુધી બાઇક પર ટ્રેક માટે નીકળ્યા હતા, પરંતુ છેલ્લા 4 દિવસથી એકપણ યુવાનનો સંપર્ક થયો નથી.
શક્તિસિંહે ગોહિલે જણાવ્યું હતું કે આપણા 14 જેટલા ગુજરાતના યુવાનો બાઇક સાથે મનાલીથી લઈને ત્રિલોકનાથ સુધીના ટ્રેક માટે નીકળ્યા હતા.એનડીઆરએફને પણ રજૂઆત કરતો એક ઇ-મેઇલ કર્યો છે, પરંતુ હજી સુધી કોઈ સકારાત્મક પ્રતિભાવ અને જવાબ આવ્યો નથી એ મોટી ચિંતાનો વિષય છે.
આપણા ગુજરાતના આ યુવાનો ટ્રેક માટે નીકળ્યા હતા, એમાં યશ નીતિનભાઈ વરિયા, સાગરભાઈ, સિદ્ધાર્થ પટેલ, વિવેક પટેલ, પાર્થ ઝવેરભાઈ પટેલ સહિતનો સમાવેશ થાય છે.તેઓ મનાલીથી કાઝા અને કાઝાથી ચંદ્રતાલ 8 જુલાઈએ પહોંચ્યા હતા. 9 જુલાઈથી ચંદ્રતાલથી ત્રિલોકનાથ જવા માટે નીકળ્યા છે, પરંતુ હજી સુધી તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી એટલે સ્વાભાવિક રીતે પરિવારો પણ ખૂબ ચિંતિત છે.