રાજકોટમાં ઘરના આધારસ્થંભ એવા 38 વર્ષના યુવકે કારખાનામાં પંખા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરતા પરિવારમાં શોક છવાયો..

રાજકોટ (Rajkot ):આજના સમયમાં વધતી જતી મોંઘવારી અને મંદીને કારણે આર્થિક સમસ્યાને કારણે આપઘાતના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે . એવામાં  રાજકોટના મવડી વિસ્તારમાં આવેલ લાભદીપ સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ પ્રભુદાસભાઈ દાવડા (ઉ.વ.38)એ આનંદ બંગલા ચોક નજીક આવેલી મહાદેવ વાડી-6માં પોતાના જય માતાજી ફેબ્રિકેશન નામે કારખાનામાં પંખા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

ગઈકાલે મિત્રો સાથે કારખાનામાં જ ચા પીધા બાદ બધા મિત્રો છૂટા પડ્યા હતા અને શૈલેષભાઈ કારખાનામાં એકલા હતા ત્યારે આ પગલું ભરી લીધું હતું. આ  બનાવ અંગે માલવિયાનગર પોલીસને જાણ થતા સ્ટાફ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને 108ને જાણ કરતા 108 આવી શૈલેષભાઈને તપાસી મૃત જાહેર કર્યા હતા. શૈલેષભાઈ અપરિણીત છે અને પોતે એક બહેનનો એકનો એક ભાઈ અને ઘરનો આધાર સ્થંભ હતો.

જો કે આપઘાતનું કારણ પૂછતાં પરિવારજનો પણ અજાણ હોવાથી પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

ઓમ શાંતિ