શ્રાવણીયો જુગાર રમતા 19 જુગારીયા ઝડપી પાડ્યા, રૂ. 4.87 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

શ્રાવણીયો જુગાર રમતા 19 જુગારીયા ઝડપી પાડ્યા, રૂ. 4.87 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

અંકલેશ્વર શહેરના જનતાનગર પુષ્પકુંજ સોસાયટીના એક મકાનમાં અન્ય જિલ્લાઓમાંથી જુગાર રમવા આવેલા 19 જુગારીઓને LCB ની ટીમે ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારના રૂ. 2.31 લાખ રોકડા અને બે બાઈક અને 19 મોબાઈલ મળીને કુલ રૂ. 4.87 લાખનો જુગારનો મુદ્દામાલ કબ્જે કરીને જુગારીઓને શહેર પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા છે.

ભરૂચ જિલ્લા એસપી ડો. લીના પાટીલે શ્રાવણ માસ દરમિયાન રમાતા જુગારના કેસો શોધી કાઢવા જિલ્લાના દરેક અધિકારીઓને આદેશ આપ્યા હતા. જેના આધારે ભરૂચ LCBની ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે સમય દરમિયાન માહિતી મળી હતી કે, ગડખોલ પાસે આવેલા જનતાનગર પુષ્પકુંજ સોસાયટીમાં રહેતા અજીતસિંહ સંતોકસિંહ સીકલીગર પોતાના મકાનમાં જિલ્લા બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે.

આ માહિતીના આધારે LCBની ટીમે સ્થળ ઉપર રેઇડ કરતાં જુગાર રમતાં 19 જુગારીઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા.

LCBની ટીમે સ્થળ પરથી જુગારના દાવ ઉપર લગાવેલા રૂ. 53 હજાર 540 જુગારીઓની અંગ ઝડતીમાંથી રૂ. 1,78, 330, બે બાઈક કિં રૂ.1,30,000,19 નંગ મોબાઈલ કિં રૂ.1,26,000 મળીને કુલ રૂપિયા 4,87,870 નો મુદ્દામાલ જપ્ત કરીને તમામ આરોપીને શહેર પોલીસ મથકે સોંપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે જનતાનગરના પુષ્પકુંજમાં રેઇડ કરીને 19 ઝડપેલાં આરોપીઓ અલગ અલગ જિલ્લાના હોવાનું માલુમ પડ્યું છે.

જેમાં બોરસદ,વડોદરા,પંચમહાલ, જામનગર, ભરૂચ અને અંકલેશ્વર શહેરના માણસો જુગાર રમતા ભેગા થયા હતાં.

પોલીસે જુગાર રમતા ઝડપાયેલા જુગારીઓના નામ
અજીતસિંગ સંતોકસિંગ સિકલીગર
રવિન્દ્રસિંગ હરનામસિંગ સરદાર
અજીતસિંગ હરનામ સિંગ સરદાર
ચહેનસિંગ કિરપાલ સિંગ સરદાર
રવીસિંગ કિરપાલ સિંગ સરદાર
દીપસિંગ કિરપાલસિંગ સરદાર
શેરસિંગ ઉર્ફે સતનામ સિંગ સરદાર
સતવનસિંગ પ્રિતમ સિંગ સિકલીગર
મનીન્દરસિંગ પ્રિતમ સિંગ સિકલીગર
હરજીત સિંગ સંતોકસિંગ સિકલીગર
અજીતસિંગ પ્રેમસિંગ સિકલીગર
રાજેન્દ્ર સિંગ અકાલ સિંગ ટાંક
ગુરમુખ લાલસિંગ સરદાર
શેરસિંગ ગ્વાનસિંગ સરદાર
અવતારસિંગ ઉમંગ સિંગ સરદાર
સુરજીત સિંગ આયાસિંગ સિકલીગર
સોરનસિંગ જોગીન્દર ભાદા
પરબતસિંગ ઉત્તમસિંગ સિકલીગર
કુલદીપ સિંગ અજુસિંગ સિકલીગર