પિતાના ખોળામાંથી 2 વર્ષની દીકરી નીચે પડી, ટાયર નીચે આવી જતા માથું કચડાઈને નીપજ્યું મોત

સુરતના સરથાણા નેચર પાર્ક ખાતે કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ કરતા ચાલુ ટ્રેકટરમાં ડ્રાઇવર પિતાના ખોળામાંથી 2 વર્ષની માસૂમ દીકરી નીચે પડી જતા ટાયર નીચે કચડાઈ ગઈ હતી. બાળકીનો માથાનો ભાગ ટાયર નીચે ચગદાઈ ગયો હતો. જેને લઇ બાળકીનું ઘટના સ્થળે જ મોતની નીપજ્યું હતું. સુરતના સરથાણા વિસ્તારમાંથી ખૂબ જ કરુણ ઘટના સામે આવી છે. જ્યાં પિતાની નજર સામે તેની બે વર્ષીય માસૂમ બાળકીનું પોતાના જ ટ્રેક્ટર નીચે આવી જતા મોત નીપજ્યું હોવાની ઘટના બની છે. મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના મેઘનગર તાલુકાના નવાપાડા પાલ ગામ ખાતે રહેતો સિંગાડિયા પરિવાર બે માસ પહેલાં સરથાણા જકાતનાકા પાસે આવેલા નેચરપાર્કની ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે આવ્યો હતો.

આ પરિવારમાં મુકેશ સિંગાડિયા તેમની પત્ની રંગાબાઈ તેમજ ભત્રીજો સુરેશ સુરમલ સિંગાડિયા તેમની પત્ની પૂજા અને તેમનાં બે નાનાં બાળકો સરથાણા નીચે પાર્ક પાસે જ રહેતાં હતાં. જેમાંથી શ્રમિક સુરેશ સિંગડિયા ટ્રેક્ટર ચલાવતો હતો. દરમિયાન પોતાના જ ટ્રેક્ટરમાં પોતાની બે વર્ષે બાળકી પ્રિયંકા ટ્રેક્ટરના ટાયર નીચે આવી જતાં મોતને ભેટી છે. જેને લઇ પરિવારમાં શોક છવાઈ ગયો હતો. દરમિયાન મજૂર સુરેશ તેની બે વર્ષથી દીકરી પ્રિયંકાને પોતાના ખોળામાં બેસાડી ટ્રેક્ટર ચલાવી કામકાજ કરી રહ્યો હતો.

જ્યારે અન્ય પરિવાર નેચરપાર્ક આગળ મુકેલા વિમાનના પાછળના ભાગે ભરાઈનું કામ કરી રહ્યો હતો. દરમિયાન પિતા સુરેશના ખોળામાંથી બાળકી ટ્રેક્ટરમાંથી નીચે પટકાઈ ગઈ હતી. પ્રિયંકાના માથા ઉપરથી ટ્રેકટર નું ડાબી સાઇડનું વ્હીલ ફરી વળતાં માથાનો ભાગ ચગદાઈ ગયો હતો. માસૂમ બાળકીનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતુ આ અંગે સરથાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ટ્રેક્ટરનું વ્હીલ ફરી વળતાં માથાનો ભાગ ચગદાઈ ગયો હતો. જેને લઇ માસુમ બાળકીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટના અંગે સરથાણા પોલીસની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃત બાળકીને સ્મીમેરના ખાતે પી.એમ અર્થે મોકલી આપી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.