વાવાઝોડાને લીધે ઘણા દિવસ થી ચિંતામાં છે,બિપરજોય અંતે ગુજરાતના દરિયાકાંઠે ટકરાઇ ગયું છે.
હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હતી. જે અડધી સુધી ચાલવાની હતી. ત્યારે ગુજરાતમાં ત્રાટકેલા વાવાઝોડાને કારણે દરિયકાંઠા વિસ્તારમાં કાચાં મકાનનાં છાપરા ઊડવા લાગ્યાં છે. પવનના કારણે ધૂળની ડમરી ઊડતા વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે.
ભુજના મોટા ભાગમાં નલિયા હાઇવે પર ઝાડ ધરાશાયી થયું છે, મકાની દીવાલ ધસી પડવાની ઘટના સામે આવી છે. ભાવનગરમાં ધોધમાર વરસાદને પગલે બકરાં ચરાવતી વેળાએ વોકળામાં બકરાં તણાયાં હતાં. આ બકરાઓને બચાવવા જતા પિતા-પુત્ર બંને મોતને ભેટ્યા હતા. આ સાથે 20થી વધુ બકરાં મોતની ભેટ્યાં હતાં.
નખત્રણામાં ભારે પવનને કારણે વૃક્ષ જમીનદોસ્ત થયું હતું. તો જખૌ ગામે ઘરનાં પતરાં ઊડી ગયા હતા. બીજી તરફ કચ્છ જિલ્લાના કાઠા વિસ્તારના 49 હજારથી વધુ લોકોનું સ્થાળાંતર કરવામાં આવ્યું છે. અબડાસાના સુજાપર તાલુકામાં ભારે પવનને કારણે ગામનો પ્રવેશદ્વારા તૂટી પડ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના વડગામ લોકકલ્યાણ સેવા સંસ્થાની હોસ્ટેલનાં પતરાં ઊડતા બાળકોના બેડ પર પાણી ફરી વળ્યાં હતાં. આ ઉપરાંત રાજુલાના મોરંગી ગામે 20 વૃક્ષો તેમજ લોકોનાં મકાનનાં નળિયા ઊડ્યાં તો કેટલીક જગ્યા ઉપર દીવાલ ધરાશાયી થઇ હતી.