પોલીસ ઘરમાં પ્રવેશી તો જોવા મળ્યું ભયાનક દ્રશ્ય :તમે પણ કહેશો કે ઘોર કળયુગ છે …

બોટાદ (Botad): તાજેતરમાં બોટાદના પાળિયાદમાં એક ભલભલાને હચમચાવી દે એવી ઘટના બની છે એવી દર્દનાક સ્થિતિનો સામનો કરવો પડશે એવી વૃદ્ધાએ કલ્પના  પણ નહીં કરી હોય.પાળિયાદ ગામના બસ સ્ટેન્ડ નજીક આવેલા માતાજીના મઢ પાસે એક મોટું ઘર આવેલું છે. જેનો ડેલો  પણ ખૂબ મોટો છે. આ ઘરમાં 81 વર્ષના લીલાબેન (નામ બદલ્યું છે) રહે છે. તેમને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે.દીકરો તો વડોદરામાં રહે છે જ્યારે દીકરીઓ સાસરીમાં છે.

3 જૂન, શનિવાર અને બપોરનો સમય હતો.ગામડાઓમાં બપોરનો સમયે ભાગ્યે જ ચહલ પહલ જોવા મળતી હોય છે. જેથી સ્થિતિનો લાભ લેવા માટે ગુનેગારો પણ તકની રાહ જોઇને જ બેઠા હોય છે. પાળિયાદના શાંતાબેનના ઘરથી બે ત્રણ શેરી છોડીને હરેશ ગાબુ નામનો એક યુવક રહેતો હતો.

તે બાળપણથી જ શાંતાબેનને ઓળખતો હતો અને શાંતાબેનતો તેની દાદીની ઉંમરના હતા. પરંતુ શાંતાબેનને ક્યાં ખબર હતી કે, મારા પૌત્રની ઉંમરનો હરેશ માનસિક વિકૃતિ ધરાવે છે અને એક દીવસ તેની આ વિકૃતિનો ભોગ બનવું પડશે.

પોલીસ ના જણાવ્યા મુજબ  શાંતાબેનના ઘરે પહોંચી એટલે અમે બૂમ પાડીને દરવાજો ખોલવા માટે કહ્યું હતું. પોલીસે બૂમ પાડવા છતાં શાંતાબેને તેમના ઘરનો ડેલો ના ખોલતા અમે બળ પ્રયોગ કરીને અંદર ગયા હતા.અંદર ગયા અને જોયું તો આ 81 વર્ષના શાંતાબેન ખાટલા પર સુતેલી હાલતમાં હતા.શરીર પર કપડાં નહોતા એટલે પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ ઘટનાને અંજામ આપ્યો હોય કે દુષ્કર્મ કર્યું હોય એવું અમને લાગ્યું હતું.

સ્થાનિક પોલીસ દ્વારા આજુબાજુના લોકોની પૂછપરછ કરાઈ હતી. આ દરમિયાન અમને એવું જાણવા મળ્યું કે બપોરના 2 વાગ્યા થી 4 વાગ્યાના સમયમાં કોઈ વ્યક્તિ તેમનો ડેલો કૂદીને અંદર આવ્યો હતો એવું અમે જોયું હતું.બીજી બાજુ મૃતદેહને પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક રિપોર્ટ માટે ખસેડવામાં આવ્યો .જેમાં આ વૃદ્ધા સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતું.’

પછી તપાસ કરતા CCTVમાં જોવા મળેલો હરેશ ગાબુ ગુનો કરીને ગામના સીમ વિસ્તારમાં નાસી છૂટેલો અને ત્યાં જઈને છુપાઈ ગયો હતો. આ અંગે જાણ થતા પોલીસ હરેશ ગાબુને દબોચી લેવા માટે સીમ વિસ્તારમાં પહોંચી હતી. જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે હરેશ ઝાડીમાં સંતાઈને બેઠેલો જોવા મળ્યો હતો. હરેશ પોલીસથી બચવા માટે જંગલના ઝાડવામાં 48 કલાકથી છુપાઈને બેઠો હતો. આમ પોલીસે આરોપીને માત્ર 48 કલાકમાં જ ઝડપી લીધો હતો.’