ઝેરી દારુકાંડ મામલે વધુ 3 લોકોના મોત, અત્યાર સુધી 32ના મોત, 5 દર્દીઓ હજૂ પણ ગંભીર

ઝેરી દારુકાંડ મામલે વધુ 3 લોકોના મોત થયા છે. મોતનો આ આંકડો વધી રહ્યો છે વધુ ત્રણ લોકોના મોત સાથે અત્યાર સુધીમાં 32 લોકોના મોત થયા છે. આ આંકડો આજે સવારથી જ વધી રહ્યો છે. જે ઝેરી દારૂની વિપરીત અસર થઈ રહી છે. એક સાથે આવી ઘટનામાં 32ના મોત ચિંતાજકન અને અતિ ગંભીર છે.

મૃત્યુ પામેલામાં મોટાભાગના યુવાનો અને એક સગીર પણ છે. એમ્બ્લુલન્સ દ્વારા એક પછી એક દર્દીઓને બરવાડા સહીતના વિસ્તારોથી ભાવનગર લાવવામાં આવી રહ્યા છે. 5થી વધુ દર્દીઓની પરિસ્થિતિ ગંભીર છે. મોતનો આંકડો વધી રહ્યો છે. આધુનિક સાધનો પણ અહીં મુકવામાં આવ્યા છે તે છતાં પણ મોત પર જાણે કાબુ ના આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. આ સાથે અરવિંદ કેજરીવાલ પણ અસરગ્રસ્તોની મુલાકાત લેવા માટે આવી રહ્યા છે. આ ઉપરાંત જગદિશ ઠાકોર પણ દર્દીઓના પરીવારજનોની મુલાકાત લેવા માટે આવવાના છે.

અગાઉ ઋશિકેશ પટેલ અને જીતુ વાઘાણીએ મુલાકાત લીધી હતી. જો કે, અરવિંદ કેજરીવાલે પરીવારના સભ્યોની મુલાકાત લેવાની વાત કરી હતી ત્યારે ભાજપના મંત્રીઓ હરકતમાં આવ્યા હતા અને તેમણે પણ આ પ્રકારે પરીવારના સભ્યોની મુલાકાત લીધી હતી.