હરિયાણાના કર્નાલમા એક ચકચારી ઘટના બની હતી જેમા એક પાંચ વર્ષ નો માસુમ ઘરે થી નીકળ્યા બાદ લાપતા બન્યો હતો જે ન મળી આવતા પરીવારજનો એ શોધખોળ ચાલુ કરી હતી જ્યારે બાદ ન મળી આવતા પોલીસ ફરીયાદ કરવામા આવી હતી જેમા પોલીસ તપાસ કરાતા શરૂઆત મા આ ઘટના અપહરણ ની લાગી રહી હતી.
જસ નામના બાળક ની લાશ પાડોશીના ઘરે છત ઉપર થઈ મળી આવી હતી અને ચકચાર મચી ગયો હતો. બાળક ના પિતાના અને મોટા ભાઇના જમીન ના વિવાદ ને કારણે પોલીસ ને શક હતો કે તેવો એ આ હત્યા ને અંજામ આપ્યો પરંતુ કહેવાય છે ને સત્ય બહાર આવી જ જાય એમ ખરખેર હત્યારી બાળકની કાકી અંજલી નીકળી હતી.
પોલીસ ને આ કેસ ઉકેલવા 4 દીવસ લાગ્યા હતા પોલીસના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જસની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
ગાલ પર પણ ઈજાના નિશાન જોવા મળ્યા હતા. પોલીસે દાવો કર્યો છે કે આરોપી મહિલાએ પહેલા મોબાઈલ ચાર્જરના વાયર વડે તેનું ગળું દબાવ્યું અને પછી લાશને બેડ મા છુપાવી દીધી. આ પછી તેણે જસના મૃતદેહને ફેંકી દેવા માટે એક થેલીમાં નાખ્યો.
ઘટના મા જાણવા મળ્યુ હતુ કે જસ લાપતા થયો એની જાણ પોલીસ ને અંજલી ના પતિ એ જ કરી હતી. હાલ આરોપી અંજલી ના ત્રણ દિવસ ના રિમાન્ડ મંજૂર થયા છે અને વધુ ખુલાસાઓ થય શકે છે. આપને જણાવી દઈએ કે આરોપી અંજલી ગર્ભવતી છે અને હત્યા શા કારણે કરીએ આગળ ના દિવસો મા ખુલાસો થય શકે છે.