સુરત: યુવતીએ લગ્નની ના પાડતા પ્રેમ પ્રકરણ માં યુવાને તાપી નદીમાં પડતું મુક્યું, ફાયર વિભાગે રેસ્ક્યુ કરી બચાવ્યો જીવ.

સુરત : તાપી નદીમાં અવાર નવાર લોકોના મોત નું કારણ બની છે,આજ કાલ તાપી નદી માં છલાંગ લગાવી મોત નાં કિસ્સા ખુબ જ સામે આવી રહ્યા છે.સુરતના મોટા વરાછા અને નાના વરાછા ખાતે આવેલ સવજી કોરાટ બ્રિજ પરથી એક યુવકે મોતની છલાંગ લગાવી હતી. આ યુવકે તાપી નદીમાં મોતની છલાંગ મારી હતી. જેની પાછળનું કારણ પણ ચોંકાવનારૂ હતું.

જોકે ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા તેઓએ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવકને હેમખેમ બહાર કાઢી લીધો હતો અને સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડ્યો હતો.

વધુ તપાસ કરતા તાપી નદીમાં મોતની છલાંગ મારનાર વ્યક્તિનું નામ ભાવેશ પટેલ (ઉં.વ. 23) અને મહાનગરપાલિકામાં કામ કરતો હોવાની વિગતો મળી હતી.સુરત મહાનગરપાલિકામાં કર્મચારી તરીકે કામ કરતો આ યુવાનના આગામી છઠ્ઠી તારીખે લગ્ન હતા પરંતુ યુવતીએ લગ્નની ના પાડતા ડિપ્રેશનમાં આવીને યુવકે આપઘાતનો પ્રયાસ કર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

આગામી 6 તારીખે તેના લગ્ન હતા પણ યુવતીએ લગ્નની ના પડવાને લઇ યુવક ડિપ્રેશનમાં આવી ગયો હતો અને આ ડિપ્રેશનને લઈને તે આપઘાત કરવા માટે મોતની છલાંગ મારી હતી. જોકે ફાયર વિભાગે યુવકનો કબજો સરથાણા પોલીસને આપતા સરથાણા પોલીસે  વધુ તપાસ શરૂ કરી છે.