આજે 600 એલોપેથિક ડોકટર અને 150થી વધુ હોસ્પિટલોમાં હડતાલ Lઆજે હજારો દર્દીઓને સારવાર માટે એકમાત્ર સરકારી હોસ્પિટલનો સહારો ડોકટરોનો પક્ષ સાંભળ્યા વગર જોગવાઈ કરાતા આઈ.એમ.એ દ્વારા નિર્ણય લેવાયો

આજે 600 એલોપેથિક ડોકટર અને 150થી વધુ હોસ્પિટલોમાં હડતાલ lઆજે હજારો દર્દીઓને સારવાર માટે એકમાત્ર સરકારી હોસ્પિટલનો સહારો ડોકટરોનો પક્ષ સાંભળ્યા વગર જોગવાઈ કરાતા આઈ.એમ.એ દ્વારા નિર્ણય લેવાયો તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટે મૌખિક આદેશ કરાયા બાદ સરકારે હોસ્પિટલો અને નર્સિંગ હોમ વિગેરેમાં આઇસીયુ હોય તે ગ્રાઉન્ડ ફ્લોર પર હોવું જોઇએ અને કાચના ગ્લાસ દુર કરવા સહિત અન્ય ફાયર એનઓસીના નિયમોનું માત્ર 7 જ દિવસમાં અમલીકરણ કરવા તાકીદ કરાઇ છે. આ તદ્દન પાયાવિહોણી અને અતાર્કિક છે અને કેટલીક જોગવાઈઓ કે જેનો વૈજ્ઞાનિક આધાર નથી અને તેનો અમલ શક્ય નથી. આથી તેના વિરોધમાં આવતી કાલ તા.22 જુલાઇને શુક્રવારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, ગુજરાત બ્રાન્ચના 30 હજારથી વધુ એલોપેથિક ડોકટરો સંપૂર્ણપણે હડતાલ પાળી વિરોધ કરશે. જેમાં ભાવનગરના 600થી વધુ એલોપેથિક ડોકટરો અને 150થી વધુ ખાનગી અને કોર્પોરેટ હોસ્પિટલો રાજ્ય સરકારના આ આ એકપક્ષીય નિર્દેશોનો વિરોધ કરવા બધી ઇમરજન્સી સેવાઓ બંધ રાખવા સહિતની હડતાલ જાહેર કરવામાં આવી છે. શક્રવારે ભાવનગર શહેર અને જાહેર કરવામાં આવી છે. શુક્રવારે ભાવનગર શહેર અને જિલ્લાભરમાં ઇમરજન્સી ધરાવતા દર્દીઓ આવશે તો તેને નજીકની સરકારી હોસ્પિટલોમાં મોકલવામાં આવશે. શુક્રવારે સવારના 8 વાગ્યાથી તમામ ખાનગી હોસ્પિટલો, નર્સિંગ હોમ, પ્રસૂતિ ગૃહ, લેબોરેટરી, રેડિયોલોજી સેન્ટર, ટ્રસ્‍ટ સંચાલિત તથા કોર્પોરેટ હોસ્પિટલોમાં ઓપીડી અને ઇમરજન્સી સારવાર સંપૂર્ણપણે બંધ રહેશે. ભાવનગર આઇએમએએ જણાવ્યું હતુ કે આઈસીયુ ફરજિયાતપણે ગ્રાઉન્ડ ફ્લોર પર જ હોવું જોઈએ તે સૂચન વૈજ્ઞાનિક તથ્યોથી સંપૂર્ણપણે વિરુદ્ધ છે. આઈસીયુ હોસ્પિટલના શાંત અને એકાંતવાળા વિભાગમાં હોવું જોઈએ જેવા સૂચનો કોર્પોરેશન દ્વારા ધ્યાને લેવાયા નથી. વળી આઇસીયુની બેડની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. આ એક પક્ષીય આદેશની પૂર્વે આઇએમએ કે તેની કોઇ શાખાને સાંભળવાની તક મળવી જોઇએ. જેથી પોતાનો પક્ષ રજૂ કરી શકે તેમ આઇએમએ, ભાવનગર બ્રાન્ચના પ્રમુખ ડો.વિપુલ સરવૈયાએ જણાવ્યું હતું