સૌને ખબર જ હશે કે, તુલસીના છોડને આપણા ઘર્મમાં ખૂબ જ પવિત્ર અને માં માનવામાં આવે છે અને આ સાથે જ એવું પણ માનવામાં આવે છે કેઆ છોડની પૂજા કરવાથી કોઈ પણ વ્યક્તિમાં પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ સિવાય આપણા શાસ્ત્રોમાં તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ પણ માનવામાંઆવ્યું છે. તેથી તુલસીની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં ક્યારેય પૈસા સંબંધિત સમસ્યાઓ આવતી નથી.
તુલસીના છોડની દરરોજ પૂજા કરવી જોઈએ :
આ સાથે સાથે આપના જ શાસ્ત્રમાં લખ્યું છે કે ઘણી વસ્તુ એવી છે જે જે ખુબ જ સહેલી છે અને જે કરવાથી તમે રાતોરાત કરોડપતિ બની શકો છો. આમ દીવા સિવાય સવારે તુલસી પર જળ પણ અર્પણ કરવું જોઈએ.
તુલસીની પૂજા શરૂ કરતા પહેલા તુલસીને પ્રણામ કરો. તે પછી તુલસીના છોડને જળ ચઢાવો. જળ અર્પણ કર્યા પછી, તમારે તુલસીના છોડની સામે ધૂપઅથવા અગરબત્તી સળગાવવી જોઈએ.
આમ આ પ્રગટાવ્યા પછી તમારે આ નીચે આપેલા ખુબ જ સહેલા મંત્રનો જાપ કરવો જોઈએ –
“महाप्रसाद जननी सर्व सौभाग्यवर्धिनी , आधि व्याधि हरा नित्यं तुलसी त्वं नमोस्तुते।।”
ત્યારબાદ તુલસીની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવો.
જો કે ધ્યાન રાખો કે સૂર્યાસ્ત પછી તુલસીની પૂજા કરતી વખતે તુલસીને પાણી ન ચઢાવો કે તુલસીને સ્પર્શ ન કરો.
આમ માં તુલસીનો આપના ધર્મમાં ખુબ જ મહિમા છે અને આથી જ તેમને માં નો દરજ્જો પણ આપવામાં આવ્યો છે.
એકાદશી પર આ રીતે કરો પૂજા :
પહેલા તુલસીની સામે જ એક આસન મુકો અને માં તુલસી પાસે એક દીવો પ્રગટાવો. દીવો પ્રગટાવ્યા પછી આસન પર બેસીને હાથમાં માળા પકડીઉપરોક્ત મંત્રનો જાપ શરૂ કરો. તમારે આ ઉપર આપેલો મંત્રનો જાપ કરવો જોઈએ.
મંત્રનો જાપ પૂર્ણ કર્યા પછી, તુલસી માની પ્રાર્થના કરો અને પરિવારની શુષ્ક શાંતિ માટે પ્રાર્થના કરો.
એવું કહેવાય છે કે દરેક એકાદશી પર તુલસી માની પૂજા કરવાથી વિશેષ આશીર્વાદ મળે છે અને પૂજા દરમિયાન આ મંત્રનો જાપ કરવાથી પરિવારમાંહંમેશા સુખ-સમૃદ્ધિ બની રહે છે.
આ સિવાય તુલસી માની સામે દીવો પ્રગટાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી. આમ એકાદશી પર માં તુલસી ની પૂજા અને દર્શન કરવાનીસાથે જ ભગવાન શ્રી વિષ્ણુની પણ પૂજા કરવી જોઈએ.
કારતક મહિનામાં દરરોજ સવારે સ્નાન કર્યા પછી તુલસીમાં જળ ચઢાવો અને તુલસી પૂજાના દિવસે છોડની આસપાસ થાંભલો બનાવીને શણગારો. આ પછી તુલસીના વાસણ પર સ્વસ્તિક બનાવો.