એક વર્ષમાં 1 લાખ રૂપિયાના થયા 2.10 કરોડ, આ એક શેરમાં મળ્યું છપ્પરફાડ રિર્ટન

પેની સ્ટોકમાં રોકાણ આમ પણ જોખમભર્યું છે. પણ કંપનીનું ફંડામેંટલ મજબૂત હોય તો રોકાણ પર સારુ રિટર્ન મળી શકે છે. આજે અમે આપને એક આવા જ શેર વિશે વાત કરવા જઈ રહ્યા છે, જેમાં ફક્ત એક વર્ષમાં જ રોકાણકારો કરોડપતિઓ બની ગયા છે. આ શેરનું નામ કેસર કોર્પોરેશન લિમિટેડ છે. આ વર્ષે સંભવિત મલ્ટીબેગર શેરમાંથી એક છે. કેસર કોર્પોરેશન લિમિટેડના શેર ગત વર્ષે 21,228 ટકાથી વધારે રિટર્ન આપી ચુક્યા છે.

કેસર કોર્પોરેશનના શેર પ્રાઈસ હિસ્ટ્રી

કેસર કોર્પોરેશન લિમિટેડના શેરની કિંમત બીએસઈ પર એક વર્ષ પહેલા 16 ઓગસ્ટ 2021ના રોજ 38 પૈસા પર હતી. 1 જૂલાઈ 2022ના રોજ બીએસઈ પર આ શેરની કિંમત 81.05 રૂપિયા પર પહોંચી ગઈ હતી. એટલે કે, વર્ષની અંદર 80.67 રૂપિયા ચડી ગયા. આ દરમિયાન તેણે પોતાના રોકાણકારોને 21,228.95% ટકા છપ્પરફાડ રિર્ટન આપ્યું છે. આવી જ રીતે આ વર્ષ 2022માં કેસર કોર્પોરેશનના શેરમાં 2,675.68% ઉછાળો આવ્યો છે. આપને જણાવી દઈએ કે, જાન્યુઆરી 2022માં કંપનીના શેર 2.92 રૂપિયા પર હતા, અને હવે તે શેર 81.05 રૂપિયા પર છે. જો કે, ગત એક મહિનામાં આ શેર પર બજાર ઘટની અસર થઈ હતી. અને તે 2 ટકા તૂટ્યો હતો. છેલ્લા પાંચ ટ્રેંડિંગ સેશનમાં તે શેર 9.89 ટકા નીચે આવ્યો હતો.

એક વર્ષમાં જ રોકાણકારો બની ગયા કરોડપતિ

કેસર કોર્પોરેશન લિમિટેડના શેર પ્રાઈસ પેટર્ન મુજબ જો કોઈ રોકાણકાર આ શેર વર્ષભર પહેલા 38 પૈસાના હિસાબથી 1 લાખનું રોકાણ કર્યું હોય તો, હવે આપનું રોકાણ બનાવી રાખશો તો, આ રકમ 2.10 કરોડ રૂપિયા હોય છે. તો વળી આ વર્ષમાં કોઈ રોકાણકાર આ શેરમાં 2.92 રૂપિયા પ્રતિ શેરના હિસાબથી 1 લાખ રૂપિયા લગાવે છે તો આ રકમ આજે રોકાણકારને આ શેરમાં 2.92 રૂપિયા પ્રતિ શેર દીઠ 1 લાખ રૂપિયા લગાવ્યા હોય તો, આ રકમ આજે 27.41 લાખ રૂપિયા થઈ જાય છે.