દાહોદ તા.૦૬
દાહોદ શહેરમાં એક્શનમાં આવેલ પાલિકા તંત્ર દ્વારા શહેરમાં આવેલ શાક માર્કેટ ખાતે આજરોજ ધામા નાખ્યાં હતા અને સીંગલ યુથ પ્લાસ્ટીકનો ઉપયોગ કરતાં વેપારીઓ સામે લાલ આંખ કરી ત્રણ વેપારીઓ પાસેથી કુલ રૂા. ૪૫૦૦ની દંડની રકમની વસુલાત કરી હતી.
પર્યાવરણ નીગમ દ્વારા થોડા સમય પહેલા પ્લાસ્ટીકના ઉપયોગ પર સમગ્ર ભારત દેશમાં પ્રતિબંધ જાહેર કર્યાેં છે તેમાંય ખાસ કરીને સિંગલ યુથ પ્લાસ્ટીકના વપરાશ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે ત્યારે દાહોદ શહેરમાં સીંગલ યુથ એટલે કે, ૨૦ માઈક્રોથી નાની પ્લાસ્ટીકનો ઉપયોગ કરતાં વેપારીઓ સામે અગાઉ પણ દાહોદ શહેર પાલિકા દ્વારા દંડનીય કાર્યવાહી કરી હતી ત્યારે આજરોજ ફરીવાર દાહોદ નગરપાલિકાની ટીમ હરહંમેશની માફક શાક માર્કેટ ખાતે પહોંચી હતી અને જ્યાં શાકભાજીનું વેચાણ કરતાં ત્રણ વેપારીઓ જેઓ સીંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ કરતાં હોવાનું સ્થળ પર જણાતાં સ્થળ પરજ ત્રણેય વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરી તેઓની પાસેથી કુલ રૂા. ૪૫૦૦ની દંડની રકમ વસુલ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, દાહોદ શહેર પાલિકાની કામગીરી સારી છે પરંતુ શાક માર્કેટ સિવાય દાહોદ શહેરમાં ઠેર ઠેર સીંગલ યુથ પ્લાસ્ટીકનો ખુબજ ઉપયોગ પ્રતિબંધ છતાંય કરવામાં આવી રહ્યો છે જે બાબતે સૌ કોઈથી છુપી નથી ત્યારે પાલિકા તંત્ર માત્ર જાણે શાક માર્કેટનેજ ટાર્ગેટ કરી દંડનીય કાર્યવાહી કરતી હોય તેમ લાગી રહ્યું છે હાલ પણ દાહોદ શહેરમાં ઘણી દુકાનોમાં સીંગલ યુઝ પ્લાસ્ટીકનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે હાલ પણ પ્લાસ્ટીકના ચાહ્ના કપ બજારોમાં જાેવા મળી રહ્યાં છે. સીંગલ યુઝ પ્લાસ્ટીકના પગલે દાહોદ શહેરમાં જ્યાં જુઓ ત્યાં કચરો અને ગંદકી જાેવા મળી રહી છે અને આ કચરામાં અબોલા પશુઓ અને જેમાંય ખાસ કરીને ગૌવંશ જેવા પશુઓ આ પ્લાસ્ટીકને આરોગી પોતાના જીવને જાેખમમાં મુકી રહ્યાં છે ત્યારે માત્ર શાક માર્કેટને ટાર્ગેટ ન કરી શહેરમાં આવેલ અન્ય દુકાનો, વેપારીઓ અને અન્ય સ્થળોએ પણ દાહોદ શહેર પાલિકા ધામા નાંખે તો સીંગલ યુઝ પ્લાસ્ટીકનો જથ્થો મોટા પ્રમાણમાં મળી તેવી પ્રબળ શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.