ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર સબસ્ટાન્ડર્ડ સામાનનું વેચાણ ભારે રહ્યું છે. કંપની પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) દ્વારા લગાવવામાં આવ્યો છે. ફ્લિપકાર્ટ હલકી ક્વોલિટીનું પ્રેશર કૂકર વેચી રહ્યું હતું. એક અહેવાલ અનુસાર કસ્ટમરે આરોપ લગાવ્યો હતો કે કંપની તેની સાઇટ દ્વારા બિન-માનક પ્રેશર કુકરનું વેચાણ કરી રહી છે. આના પર ઉપભોક્તા અધિકારોનું રક્ષણ કરતી સંસ્થાએ કંપનીને આવા પ્રેશર કુકરનો ઉપયોગ કરતા 598 કસ્ટમરને જાણ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સિવાય તેઓએ આ કુકર કસ્ટમર પાસેથી મેળવીને તેમની કિંમત તેમને પરત કરવી જોઈએ. તેનો રિપોર્ટ 45 દિવસમાં કંપનીને સુપરત કરવાનો રહેશે. સરકારે પ્રેશર કુકર માટે ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર (QCO) જારી કર્યો છે. આ કારણે, ઉપભોક્તાને નુકસાન અને મોટા પાયે નુકસાનને ટાળવા માટે ઉત્પાદન માટે સર્ટિફાઇડ સ્ટાડર્ડ સેટ કરવામાં આવ્યા છે. ફેબ્રુઆરી 2021 થી ઘરેલું પ્રેશર કૂકર માટે QCO લાગુ કરવામાં આવ્યું છે.
CCPA એ કહ્યું કે ફ્લિપકાર્ટની ઉપયોગની શરતો મુજબ, ફ્લિપકાર્ટ દ્વારા સંચાલિત શબ્દો તમામ ઉત્પાદનોના ઇનવોઇસ પર લખવા જરૂરી છે. આવી સ્થિતિમાં પ્રેશર કુકરના વેચાણમાં પ્લેટફોર્મનો પણ હાથ હોવાનું સ્પષ્ટ થાય છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે કંપનીએ સ્વીકાર્યું છે કે પ્લેટફોર્મ પરથી આવા પ્રેશર કુકર વેચીને કંપનીએ 1.84 લાખની ફી મેળવી છે. જેના કારણે કંપની આ જવાબદારીથી ભાગી શકે નહીં. કસ્ટમરના અધિકારોનું ઉલ્લંઘન કરવા બદલ તેના પર ₹1 લાખનો દંડ પણ લગાવવામાં આવ્યો છે.