વિરાટ કોહલીએ પોતાનું રૂટીન અને ડાયટ બદલ્યુ, નો શુગર, 5 કલાક જિમ

એશિયા કપ 2022માં ટીમ ઇન્ડિયા પોતાની પ્રથમ મેચ 28 ઓગસ્ટે પાકિસ્તાન વિરૂદ્ધ રમશે. ટીમની જાહેરાત થઇ ચુકી છે અને ઇંગ્લેન્ડ પ્રવાસ પછી વિરાટ કોહલી આ ટૂર્નામેન્ટની સાથે સીધા મેદાન પર વાપસી કરશે. વિરાટ કોહલી પોતાના ગુમાવેલા ફોર્મને મેળવવા માટે મહેનત કરી રહ્યો છે. વિરાટ કોહલીનું રૂટીન પણ પહેલા કરતા ઘણુ બદલાઇ ગયુ છે અને તે ડાયટને લઇને પણ અનુશાસિત થઇ ચુક્યો છે. એશિયા કપ પહેલા વિરાટ કોહલી પાંચ કલાક જિમ અને નેટ પ્રેક્ટિસમાં વિતાવી રહ્યો છે, આ સિવાય ભોજનમાં બિલકુલ પ્રોસેસ્ડ શુગર નથી લઇ રહ્યો.

વિરાટ કોહલીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ, એક સમય હતો જ્યારે હું પોતાની ફિટનેસ અને ડાયટ પર ફોકસ કરતો નહતો પરંતુ ગત કેટલાક વર્ષમાં મે પોતાના ભોજનની આદતને બદલી છે અને પહેલા કરતા વધુ અનુશાસિત થઇ ગયો છું. હું પોતાના ભોજનનું પુરૂ ધ્યાન રાખુ છુ અને શું ખાવુ જોઇએ અને શું નહી તે પણ ધ્યાન રાખુ છુ. શું ખાવુ અને શું ના ખાવુ આ ઘણુ આસાન છે-પ્રોસેસ્ડ શુગર નથી, ગ્લૂટન નથી. આ સિવાય હું જેટલુ બની શકે ડેરી પ્રોડક્ટને પણ લેવાથી બચુ છુ.

વિરાટ કોહલીએ એશિયા કપની તૈયારીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે જેમાં તે જિમમાં વેટલિફ્ટિંગ કરી રહ્યો છે. વર્તમાન સમયમાં વિરાટ કોહલી વિશ્વના સૌથી ફિટ ક્રિકેટરમાં સામેલ કરવામાં આવે છે. હવે જોવાનું રહેશે કે તે એશિયા કપ દ્વારા પોતાના ફોર્મમાં વાપસી કરી શકે છે કે નથી કરતો.

મહત્વપૂર્ણ છે કે વિરાટ કોહલી છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે. વિરાટ કોહલીની સદીની છેલ્લા કેટલાક વર્ષથી તેના ફેન્સ રાહ જોઇ રહ્યા છે. એશિયા કપમાં વિરાટ કોહલી ફોર્મમાં પરત ફરશે તેવી આશા કરવામાં આવી રહી છે.