1 જાન્યુઆરીથી બદલાઈ રહ્યા છે આ મોટા નિયમો, જાણો તમારા પર પડશે સીધી અસર

2023 વર્ષમાં ઘણા બધા મોટા ફેરફાર થવાના છે. જેની સીધી અસર સામાન્ય માણસ પર થશે. આમાં બેંક લોકરથી ચાલુ થયને ગાડી ખરીદવા સુધીના ફેરફાર સામેલ છે. આવો જાણીએ, કે આગળના વર્ષ માં લાગૂ થનારા નિયમ કયા છે. પહેલી તારીખે મોટા જે ફેરફાર થવના છે. તેમાંથી એક છે ગાડીઓની કિંમતમાં થવો વધારો. મારુતિ સુઝુકી, હ્યૂન્ડાઈ મોટર્સ, મર્સિડીઝ-બેંજ, ઓડી રેનોલ્ટસ કિઆ ઈન્ડિયા અને એમજી મોટર, 1 જાન્યુ 2023થી પોતાની ગાડીઓની કિંમતમાં થશે વધારો.

બીજો ફેરફાર સંબંધિત છે બેંક લોકર સાથે. તમારે 1 તારીખથી બેંક લોકરનો ઉપયોગ કરવા માટે તે સુનિશ્ચિત કરવું પડશે, કે તમે નવા લોકર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તદ્ઉપરાંત ઘણી બેંક ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલી નિયમો પણ બદલવાની છે. એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડથી રિવોર્ડ્સ પોઈન્ટ અને ફી સ્ટ્રક્ચરમાં ફેરફાર કરશે. સાથે જ એસબીઆઈ તેના Simply CLICK કાર્ડહોલ્ડર્સ માટે પણ ઘણા બધા નિયમો બદલ્યા છે.

1 જાન્યુઆરીથી જીએસટી નિયમોમાં પણ થશે ફેરફાર. 5 કરોડથી વધારે વાર્ષિક ટર્નઓવર કરવાવાળા કર્મચારીઓ માટે હવે, ઈ-ઈનવોઈસ બનાવવું જરૂરી હશે. આમાં ફોનને લાગતો પણ એક ફેરફાર પણ સામેલ છે. 1 તારીખથી દરેક ફોન નિર્માતા અને તેની આયાત તેમજ નિકાસ કરવાવાળી કંપની માટે દરેક ફોનના IMEI નંબરનું રજિસ્ટ્રેશન જરૂરી થશે.  1 જૂનથી ગોલ્ડ હોલમાર્કિંગનો બીજો તાસ અમલમાં મુકાય રહ્યો છે. પરંતુ આ વખતે ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. 1 જૂનથી હોલમાર્કિંગના માપદંડ મુજબ 14, 18, 20, 22, 23 અને 24 કેરેટના દાગીનાનું વેચાણ થશે. એટલે કે હવે હોલમાર્કિંગ વગર સોનું વેચવું શક્ય નહીં બને. આ વખતે તેમાં 20, 22 અને 24 કેરેટનો સમાવેશ થાય છે.

આ સિવાય ગ્રાહકોએ હોલમાર્કિંગના માર્ક તરીકે દરેક જ્વેલરી પર 35 રૂપિયાનો વધારાનો ચાર્જ આપવો પડશે.
1 જૂનથી કાર અને બાઇકનો વીમો થઇ જશે મોંઘો. વાસ્તવમાં કેન્દ્ર સરકારે થર્ડ પાર્ટી મોટર વ્હીકલ ઈન્શ્યોરન્સના પ્રીમિયમમાં વધારો કર્યો છે. 1 જૂનથી તમારે કારના એન્જિનની ક્ષમતા મુજબનું પ્રીમિયમ આપવું પડશે. એક્સિસ બેન્ક પણ બદલી રહી છે નિયમ. એક્સિસ બેંકે ગ્રામીણ અને શહેરી વિસ્તારો માટે સરેરાશ માસિક બેલેન્સની મર્યાદા 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરી દીધી છે. દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવની સમીક્ષા કરવામાં આવે છે. ઘણી વખત તેમાં વધારો કરવામાં આવે છે, ઘણી વાર તેના ભાવ ઘટાડવામાં આવે છે. આવી સ્થિતિમાં, 1 જૂનથી ગેસના ભાવમાં ફેરફાર થવાની સંભાવના છે.