Statue of Unity: સ્ટેચ્યુ ઓફ યુનિટી જતાં પ્રવાસીઓ માટે ગાઈડલાઈન જાહેર, પ્રવેશ મેળવવા અનુસરવા પડશે આટલા નિયમો

એકબાજુ શિયાળાની કાતિલ ઠંડીમાં લોકો ફરવાના પ્લાન બનાવી રહ્યા છે, ત્યારે કોરોનાએ પણ ફરી માથું ઉચક્યું છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ફરવા જતાં લોકો માટે માસ્ક પહેરવું ફરજિયાત છે. જો કે અત્યારે ગુજરાતમાં વધુ કેસ નથી આવી રહ્યા પરંતુ ચીનમાં જે રીતે કોરોનાએ આવી રહ્યો છે તેને લઈને ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. કોરોનાની ચોથી લહેરને ધ્યાન માં લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર પણ એક્શનમાં આવી ગયું છે. ચીન સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટે હાહાકાર મચાવેલો છે.

ત્યારે ભારતમાં ઓમિક્રોનના નવા વેરિયન્ટનો પગપેસરો થઈ ચૂક્યો છે, જેના કારણે સરકાર એક્શનમાં આવી ગઈ છે અને દરેક રાજ્યને સર્તકતા રાખવા જણાવાયું છે. બીજી બાજુ ગુજરાતમાં આરોગ્ય વિભાગે લોકોને કોરોના સામે લડવા જણાવી દીધું છે. ગુજરાત સરકાર કોરોનાની ચોથી લહેરની આશંકાને પગલે એલર્ટ થઈ ગઈ છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર પણ એક્શનમાં આવી ગયું છે. સ્ટેચ્યુ જોવા આવતા પ્રવાસીઓ માટે નિયમોનું પાલન કરવા માટેનું ફરમાન કરવામાં આવ્યું છે. અહીં પ્રવાસીઓ માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત સોશ્યલ ડિસ્ટન્સનું પાલન પણ કરવાનું રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમનનો આજે 96મો એપિસોડ સંબોધિત કર્યો. જે આ વર્ષનો અંતિમ એપિસોડ પણ હતો. મન કી બાતની શરૂઆતમાં પીએમ મોદીએ ભારતની પ્રગતિ વિશે વાત કરી અને G-20ની અધ્યક્ષતાની જવાબદારી દેશને મળવા પર ગર્વ પણ વ્યક્ત કર્યો. મનકી બાતમાં પીએમ મોદીએ કોરોનાના ખતરા અંગે વાત કરીને લોકોને સાવધાન રહેવા માટે કહ્યું હતું.

વડાપ્રધાન મોદીએ મનકી બાતમાં જણાવ્યુંકે, દુનિયામાં ફરી એકવાર કોરોનાથી હડકંપ મચ્યો છે. ચીનમાં કોરોનાને કારણે સ્થિતિ નાજુક બની છે. ત્યારે ભારત પણ આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યું છે. પીએમ મોદીએ જણાવ્યુંકે, લોકો અત્યારે વેકેશનના મૂડમાં છે બહાર ફરી રહ્યાં છે. જોકે, હરવા-ફરવાનો વાંધો નથી પણ વર્તમાન સ્થિતિને જોતા લોકોએ કોરોનાથી સતર્ક રહેવાની જરૂર છે. ખાસ કરીને પહેલાની જેમ દરેકે ફરજિયાત માસ્ક પહેરવું જોઈએ અને ફરજિયાત હાથ ધોતો રહેવું જોઈએ સેનેટાઈઝ કરતા રહેવું જોઈએ. વિશ્વમાં અચાનક કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે.