જો તમે ખરતા વાળથી પરેશાન છો અથવા તમારા વાળને લાંબા કરવા માંગો છો તો આ સમાચાર તમારા કામના છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે સરસવનું તેલ તમારી મદદ કરી શકે છે, વાળ તૂટવા-ખરવા, ડ્રાય, ડલ અને ખોડો થવો એ સમસ્યા આજકાલ મોટાભાગનાં લોકોને હોય છે. વાળને પ્રોપર કેર ના થવાને કારણે તેમજ વાળમાં કેમિકલ યુક્ત શેમ્પુનો વધારે ઉપયોગ કરવાથી વાળની ક્વોલિટી નબળી પડતી જાય છે અને સાથે ગ્રોથ અટકી જાય છે. કેમ કે સરસવના તેલનો ઉપયોગ માત્ર ખાવાનું બનાવવા માટે જ નહીં પરંતુ તેનો ઉપયોગ વાળને કાળા-ઘટ્ટ અને સુંદર બનાવવા માટે પણ કરવામાં આવે છે. વાળને મજબૂત બનાવવા માટે અનેક પ્રકારની કેર કરવી ખૂબ જરૂરી છે.
જો તમે આ વાત પર પ્રોપર ધ્યાન આપતા નથી તો વાળ ખરાબ થાય છે અને તમાર પર્સનાલિટી પણ બગાડે છે. આમ, તમને જણાવી દઇકે તમે વાળમાં સરસિયાનું તેલ નાંખો છો તો સૌથી બેસ્ટ છે. તો જાણો તમે પણ સરસિયાનું તેલ વાળમાં નાખવાથી થતા આ ફાયદાઓ વિશે. ઔષધીય ગુણોથી ભરપૂર સરસવનું તેલ નીરસ અને પાતળા વાળ માટે સૌથી વધારે ઉપયોગી છે. સરસવના તેલમાં આયર્ન, વિટામિન A, વિટામિન D, વિટામિન E અને વિટામિન K, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે જે વાળને પોષણ આપે છે. વાળના વિકાસ માટે સરસિયાના તેલમાં લગભગ 60 ટકા ઓમેગા-3, ઓમેગા-6 ફેટી એસિડ હોય છે જે તમારા વાળને પોષણ આપવાનું કામ કરે છે. આ સાથે જ વાળ ખરતા બંધ કરી છે.
તમારા વાળની ક્વોલિટી નબળી થઇ ગઇ છે તો આ તેલ નાંખવાથી સ્ટ્રોંગ થાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે સરસવના તેલથી વાળમાં માલિશ કરવાથી વાળ ખરતા ઓછા થશે. વાળ ખરવાનું અને નિર્જીવ વાળનું સૌથી મોટું કારણ માથાની ચામડીમાં રક્ત પરિભ્રમણ બગડવું છે. આવી સ્થિતિમાં સરસવનું તેલ લગાવવાથી રક્ત પરિભ્રમણ બરાબર રહે છે. ચાલો નીચે સમાચારમાં જાણીએ તેના ઉપયોગની રીત અને જબરદસ્ત ફાયદા. સરસિયાના તેલમાં એન્ટી ઓક્સિડન્ટ્સ, કેલ્શિયમ, આયરન અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સથી ભરપૂર હોય છે. આ સાથે જ વિટામીન એ, ડી, ઇ અને કેથી ભરપૂર હોય છે. આ દરેક તત્વો વાળના વિકાસ માટે મહત્વપૂર્ણ છે.