ગિરનાર પર્વત પર તીવ્ર ગતિએ ફૂંકાયો પવન, રોપ વે કરવામાં આવ્યો બંધ

રાજ્યમાં અત્યારે ઠંડીની સાથે સાથે પૂર્વ જોશથી પવન પણ ફૂંકાઇ રહ્યો છે. ત્યારે ગિરનાર પર્વત પર પ્રતિ કલાક 100 કિમીની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. જેના કારણે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બંધ કરવામાં આવ્યો છે રોપ વે. પ્રવાસીઓ ગિરનારની સીડીઓ ચડવા બની રહ્યા છે મજબૂર. આજે આખો દિવસ રોપ વે બંધ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે પ્રવાસીઓ હાલાકીનો સામનો કરી શકે છે. જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત ઉપર પવનની ગતિ તીવ્ર જોવા મળી હતી. જેને કારણે આજે ગિરનારમાં રોપ વે બંધ કરવાની ફરજ બંધ પડી હતી. ઉડન ખટોલાના સંલગ્ન અધિકારીઓેને જણાવ્યું હતું કે પવનની ગતિ વધતા રોપવે બંધ કરવાની ફરજ પડી હતી.

જોકે ભારે પવન બંધ થતા રોપ વે ફરીથી શરૂ કરવામાં આવશે. ગિરનાર પર્વત પર આજ સવારથી જ પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માતાના દર્શને આવેલા લોકોને ભારે પવનના કારણે પગથિયાં ચડવા મજબૂર બન્યા છે. ત્યાં ચાલતો રોપ વે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. જો પવનની ગતિ નરમ પડશે તો જ રોપ વે શરૂ કરવામાં આવશે. પરંતુ આજે રોપ વે શરૂ થાય તેવી શક્યતાઓ ઓછી દેખાઇ રહી છે. નોંધનીય છે કે જૂનાગઢમાં ફરવા આવતા સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉડન ખટોલાની મજા માણતા હોય છે. દીવાળીની રજાઓમાં તથા હાલમાં જ નાતાલના વેકેશનમાં મોટી સંખ્યામાં અહીં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા.

જોકે તે સમયે હવામાન સ્થિર હોવાથી રોપ વે બંધ કરાવની ફરજ પડી નહોતી અને પ્રવાસીઓએ મોટી સંખ્યામાં રોપ વેનો આનંદ માણ્યો હતો. જોકે હાલમાં અચાનક રોપ વે બંધ કરવામાં આવતા અહીં આવેલા પ્રવાસીઓને મુશ્કેલી પડી રહી છે રોપ વેનું સંચાલન કરતા અધિકારીઓ દ્વારા પ્રવાસીઓવને જણાવવામાં આવ્યું હતું કે હાલમાં મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ભારે પવનને કારણે રોપ વે બંધ કરવામાં આવ્યો છે, પરંતુ પવનની ગતિ ધીમી થતા જ ફરીથી રોપ વે સેવા શરૂ કરી દેવામાં આવશે.